SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪] ગમસાર પછી ધર્મની દુર્લભતાની તો શી વાત! ઘણા જીવોને સરળ પરિણામ થવા છતાં સત્યસમાગમ મળવો દુર્લભ છે. કોઈક લૌકિક માણસો પણ મદકષાયવાળા હોય છે, પણ વીતરાગી સર્વજ્ઞ શાસનના તત્ત્વ સમજાવનારનો સત્યસમાગમ મળવો બહુ દુર્લભ છે. મંદકષાય કરે, પણ કુદેવ-કુગુરુના સંગે ચડીને ઊંધી શ્રદ્ધાને પોષીને મનુષ્યપણું હારી જાય છે. વીતરાગી દેવ-ગુરુનો સમાગમ મળવો મહા દુર્લભ છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા જ્ઞાની પુરુષોનો સમાગમ મહા ભાગ્યથી મળે છે, સત્ સમજવાની યોગ્યતા હોય ત્યારે આવી વાણી સાંભળવા મળે અને સત્યસમાગમ પામીને પણ અંતરમાં સમ્યગ્દર્શન પામવું તે તો પરમ દુર્લભ છે. ૭૭૬. મનુષ્યપણાની દુર્લભતા શા માટે વર્ણવી? કે ધર્મ સમજવા માટે ? જે ધર્મ ન સમજે તો મનુષ્યપણું હારી જાય છે. અનંતવાર મનુષ્યપણું પામ્યો, પણ આત્માની દરકાર ન કરી તેથી પાછો સંસારમાં જ રખડયો. માટે આત્માની સમજણ કરી લેવા જેવી છે. સત્સમાગમ સાધુ-સંત પુરુષો પાસેથી ચૈતન્યસ્વભાવનું શ્રવણ કરીને તેનો નિર્ણય કરવો જોઈએ. અહો! મનુષ્યપણાની આવી દુર્લભતા સમજીને તો ચૈતન્યને જ ધ્યેય બનાવવા જેવો છે, જેણે ચૈતન્યને ધ્યેય ન બનાવ્યો ને એકલા પર જ ધ્યેય બનાવ્યું તે જીવ સ્વવિષયને ચૂકીને પરવિષયોમાં રમે છે, તે કેવો છે? કે રાખને માટે રત્નને બાળી નાખે છે. ૭૭૭. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ રુચિ રાખીને ધર્મી જીવ બાર ભાવનાનું ચિંતવન કરીને અંતરમાં એકાગ્રતા વધારે છે, તે સંવર છે. અંતષ્ટિ વગર આવી ભાવના યથાર્થ હોય નહિ. આ બાર ભાવના ધર્મી જીવને આનંદની જનની છે. ૭૭૮. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy