________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ )
(પરમાગમ – ચિંતામણિ * માનવકે જે જો સ્વભાવ કહે ગયે હૈં વે વે અશુભ જ્ઞાનકો યા શુભ જ્ઞાનકો અનુભવ કરતે હૈં, જો કોઈ ભી માનવ શુદ્ધ જ્ઞાનકે ધારી હૈ ઉનકા વિજ્ઞાન યા ભેદવિજ્ઞાન અપને આત્માકો નિશ્ચયસે પરમાત્મારૂપ જાનતા હૈ યા અનુભવ કરતા હૈ. ૩૯૬.
(તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૭) * સંસારપરિણમી મોહમુગ્ધ જીવને પોતાના અસ્તિત્વનો નિશ્ચય કરવાનો કે તેના અસાધારણ ધર્મો પ્રત્યે ઉપયોગને પ્રેરી “હું જીવ છું.” એ પ્રકારનો સમ્યક નિર્ણય કરવાનો અનાદિ મોહ આડે અવકાશ કયાં છે? નહિ તો પોતાથી પોતાનો નિર્ણય ન થાય એટલો બધો જીવ પદાર્થ કાંઈ અંધારે પડયો નથી. વાસ્તવ્ય વિચારે સ્પષ્ટ સમજાય એટલો બધો સ્વયં પ્રકાશિત પદાર્થ છે. ૩૯૭
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૪૧) * તત્ત્વનું અવલંબન કરનાર એવા મને જે પરદ્રવ્યનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય થાય તે પણ હેય છે; તો પરદ્રવ્ય કેમ હેય ન હોય? ૩૯૮.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૫, ગાથા-૧૩)
* * * * જો શુભોપભોગજન્ય ઉદયગત પુણ્યની સંપદાવાળા દેવાદિક (અર્થાત્ શુભોપયોગજન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી ઋદ્ધિવાળા દેવો વગેરે) અને અશુભોપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા નારાકાદિક એ બંનેય સ્વાભાવિક સુખના અભાવને લીધે અવિશેષપણે (તફાવત વિના) પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે, તો પછી પરમાર્થે શુભ-અશુભ ઉપયોગની પૃથકત્વવ્યવસ્થા ટકતી નથી. ૩૯૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર - ટીકા, ગાથા-૭૨ ) * હે જીવ! દેહનાં જરા-મરણ દેખીને તું ભય ન કર; પોતાના આત્માને તું અજર-અમર પરમ બ્રહ્મ જાણ. ૪OO.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૩૩) * જ્ઞાનમયી નિજતત્ત્વ સિવાય અન્ય સર્વ ભાવો પરગત છે, (માટે) તેમને છોડીને શુદ્ધ સ્વભાવવાળા પોતાના આત્માની જ ભાવના કરવી જોઇએ. ૪૦૧.
(શ્રી દેવસેન આચાર્ય, તત્ત્વસાર, ગાથા-૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com