________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચિંતામણિ )
(૬૩
* અરે જીવ ! જિનવરને તારા મનમાં સ્થાપ, વિષય-કષાયને છોડ; સિદ્ધિમહાપુરીમાં પ્રવેશ કર, અને દુઃખોને પાણીમાં ડૂબાડીને તિલાંજલિ દે. ૩૪૪. ( મુનિવર. રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૩૪)
પરમાગમ
1
* આ રાગારૂપી અગ્નિ અનાદિકાળથી હુમશાં જીવને બાળી રહ્યા છે, તેથી સમતારૂપ અમૃતનું સેવન કરવું જોઇએ. વિષય કષાયનું અનાદિ-કાળથી સેવન કર્યું છે. હવે તો તેનો ત્યાગ કરીને આત્મસ્વરૂપને ઓળખવું જોઇએ પ્રાપ્ત કરવું જોઇએ. ૫૨૫દાર્થોમાં પરભાવોમાં કેમ રાચી રહ્યો છે? તે પદ તારું નથી. તું દુ:ખ કેમ સહન કરે છે? હું દૌલતરામ ! હવે તારું આત્મપદ-સિદ્ધપદ તેમાં લાગીને સુખી થાઓ! આ અવસર ગુમાવો નહિ. ૩૪૫.
(શ્રી દૌલતરામજી, છઢાળા, ઢાળ-૬, શ્લોક - ૧૫ )
***
66
* હું પ્રભો! હૈ જિનેન્દ્ર! સમસ્ત વસ્તુઓ કે સમૂહમેં જો મનુષ્ય તૈય તથા ઉપાદેયકો દેખનેવાલા હૈ ઉસ પુરુષકી દૃષ્ટિમેં પરમાત્મા આપ હી સાર હૈ' ઓર આપસે ભિન્ન જિતને ૫૨ પદાર્થ હૈં વે સમસ્ત સૂખે તૃણકે સમાન અસાર હૈ. ૩૪૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઋષભજિન સ્તોત્ર, ગાથા-૫૫ )
* જે ( પર્યાયો ) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઇને વિલય પામી ગયા છે, તે (પર્યાયો), ખરેખર અવિધમાન હોવાં છતાં, જ્ઞાન પ્રતિ નિયત હોવાથી (જ્ઞાનમાં નિશ્ચિત-સ્થિર-ચોંટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતાં હોવાથી ) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકાં, પથ્થરના સ્તંભમાં કોતરાયેલાં ભૂત અને ભાવિ દેવોની (તીર્થંકરદેવોની ) માફક પોતાનું સ્વરૂપ અકંપપણે ) ( જ્ઞાનને ) અર્પતા એવા (તે પર્યાયો), વિધમાન જ છે. ૩૪૭.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૩૮ ) * જ્ઞાન દૂરવર્તી પદાર્થોને ક્ષેત્ર કાળાદિની દૃષ્ટિએ દૂર સ્થિત પદાર્થોને સમૂહને પણ સ્વભાવથી જાણે છે. શું લોહચુંબક દૂર રહેલ લોઢાને પોતાની તરફ ખેંચતું નથી ? ખેંચે જ છે. ૩૪૮.
( શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર-પ્રાકૃત, અધિ. -૧, ગાથા-૨૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com