________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૫૨ )
(પરમાગમ ચિંતામણિ
* યહુ આત્મદર્શન ક્ષાયિક સ્વભાવ હૈ, અર્થાત્ ઇસસે કર્માંકા ક્ષય હોતા હૈ. યહુ ભાવ સંસારમેં ભ્રમણ કરનેવાલે દર્શનમોહ યા મિથ્યાત્વકો ક્ષય કર દેતા હૈં. ઇસ આત્મદર્શનકે પ્રભાવસે ઉદયમેં આનેવાલા મલિનભાવ ક્ષય હો જાતા હૈ. અર્થાત્ રાગદ્વેષ ઉત્પાદક કર્મ ગલ જાતા હૈ. ઇસસે સર્વ ભય દૂર હોતા હૈ યહી કેવલજ્ઞાનકા કારણ હૈ.
૧૮૫૫.
-
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું -૧૬૩)
* કામધેનુ, ચિન્તામણિ અને કલ્પવૃક્ષ એ આધીન થઇને એક જન્મમાં જ ફળ આપે છે. પરંતુ હે દેવી! જિનવાણી માતા! તું આ ભવમાં અને પરભવમાં પણ ફળ આપે છે, તો પછી ભલા વિદ્વાન મનુષ્યો તને તેમની ઉપમા કેવી રીતે આપે ? અર્થાત્ તું એમની ઉપમાને યોગ્ય નથી - તેમનાથી શ્રેષ્ઠ છે. ૧૮૫૬.
(શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી પંચવિંશશિત, શ્રુતદેવતા સ્તુતિ, શ્લોક-૧૯ )
* ઇસ સંસારરૂપી સમુદ્રમેં ભ્રમણ કરનેસે મનુષ્યોકે જિતને સંબંધ હોતે હૈં, વે સબ હી આપદાઓંકે ઘર હૈ. કોંકિ અંતમેં પ્રાયઃ સબહી સંબંધ નિરસ હો જાતા હૈ, યહ પ્રાણી ઉનસે સુખ માનતા હૈ સો ભ્રમ માત્ર હૈ. ૧૮૫૭.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨, બ્લોક-૯)
* ઇન્દ્રિયોંકે સુખોંમેં રત હોનેકા જો કછું સ્વભાવ હૈ ઉસીકો સર્વ પ્રકારસે દર્શનમોહકા ઉદય જાનો જો શ્રી જિનેન્દ્રકે ઉપદેશકો પ્રાપ્ત કરતા હૈ વહ અતીન્દ્રિય આનંદકે સાધનસે કર્માંકા ક્ષય કરતા હૈ. ૧૫૫૮.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસા૨, શ્લોક-૨૫૮ )
* શીતળ ઘરના ખૂણામાં રાખેલા શીતળ પાણીની માફક સમાન ગુણવાળાના સંગથી ગુણરક્ષા થાય છે અને વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલાં શીતળ પાણીની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણવૃદ્ધિ થાય છે. ૧૮૫૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ગાથા-૨૭૦)
* ખેડૂત એક વર્ષ સુધી કેટલા-કેટલા કષ્ટો વેઠીને પ્રાપ્ત કરેલા અનાજને, ખળામાં અગ્નિનો એક તણખો આવી પડતાં તેને બાળી નાખે છે તેમ ક્રોધરૂપી અગ્નિ, ઘણા લાંબા સમયના સાધુપણારૂપ સારભૂત વસ્તુને ક્ષણ માત્રમાં બાળી નાખે છે નષ્ટ કરે છે. ૧૮૬૦.
શ્રી શિવકોટી આચાર્ય, ભગવતી આરાધના, ગાથા-૧૩૬૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com