________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૭૩ * જિન પ્રશાંત આત્મા મુનિ મહારાજાઓ, વિધ્યાચલ પર્વત નગર હૈ, પર્વતકી ગુફાયે વસતિકા (ગૃહ) હૈ, પર્વતકી શિલા શય્યા સમાન હૈ, ચંદ્રમાકી કિરણે દીપકવત્ હૈ, મૃગ સહચારી હૈ, સર્વભૂતમૈત્રી (દયા) કુલીન સ્ત્રી હૈ, પીનકા જલ વિજ્ઞાન ઔર તપ ઉત્તમ ભોજન હૈ, વે હી ધન્ય હૈ, ઐસે મુનિરાજ હમકો સંસારરૂપ કર્દમસે નિકલને કે માર્ગકા ઉપદેશ દેનેવાલે હોં. ૧૪૩૨.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૫, શ્લોક-ર૧) * જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-કર્મ-કાયાથી) ગુસ હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે. ૧૪૩૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-ર૩૮) * જે સબ સંસારી જીવોંકી રાત હૈ, ઉસ રાતમું પરમ તપસ્વી જાગતા હૈ, ઔર જિસમેં સબ સંસારી જીવ જાગ રહે હૈં, ઉસ દશાકો યોગી રાત માનકર યોગ-નિદ્રામે સોતા હૈ. ૧૪૩૪.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. – ગાથા-૪૭)
* * *
* અહો ! ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા, સૂર્યના, ચંદ્રના, કલ્પવૃક્ષના, ચિંતામણિરત્નના, ઉત્તમ કામધેનુના, દેવલોકના, વિદ્વાનના, તથા વાસુદેવના અખંડિત ગર્વને ચકચૂર કરતો વિજયવંત -અખંડ પ્રતાપવંત વર્તે છે. ૧૪૩૫.
(શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૧૭, શ્લોક-૧૨) * જે અજ્ઞાની જીવ છે તે ઇન્દ્રાદિ ઊંચ પદની અભિલાષા કરે છે, પરંતુ જે સદા સમતારસના રસિયા છે, તે સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ ઈચ્છતા નથી. ૧૪૩૬.
( શ્રી બનારસીદાસજી, નાટક-સમયસાર, સાધ્યસાધક દ્વાર, પદ-૧૦) * જે વડે સુખ ઊપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઈષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. સર્વ આકુલતારૂપ દુઃખનો નાશ થાય છે. વળી એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. ૧૪૩૭.
(શ્રી ટોડરમલ્લજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૧, પાનું- ૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com