________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૫૩ * જૈસે સ્વપ્નમેં અપનેકો નષ્ટ હુઆ દેખ લેનેસે આત્મા નષ્ટ નહીં હોતા, ઉસી પ્રકાર જાગતે હુએ ભી વિનાશ નહીં હૈ, કિન્તુ દોનો જગહ વિનાશક ભ્રમકા અવિશેષ છે. ૧૩૩૭.
(શ્રી શુભચંદ્ર, આચાર્ય, જ્ઞાનાર્ણવ સર્ગ-૩૨, શ્લોક-૯૮) * જિનમતમાં તો એવી પરિપાટી છે કે – પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે, સમ્યકત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન વડે સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. ૧૩૩૮.
(શ્રી ટોડરમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. ૮, પાનું –૨૯૫)
* * *
* યહ અંતરંગ ચક્ષુદર્શન નિર્મલ સમ્યગ્દર્શન હૈ. યહ ઇષ્ટ જો સિદ્ધપદ ઉસકા સંયોગ કરાતા હૈ ઔર અનિષ્ટ જો સંસાર ઉસકા નાશ કરતા હૈ. ઈસસે ભય નાશ હો જાતા હૈ વ સંસારકા હી અંત હો જાતા હૈ. ઈસી શુદ્ધસ્વભાવકે પ્રભાવશે કર્મ ગલ જાતે હૈં. ૧૩૩૯.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું –૧૬૪)
* * *
* ... તત્ત્વતઃ સમસ્ત વસ્તુમાત્રને જાણતાં, અતત્ત્વ અભિનિવેશના સંસ્કાર કરનારો મોહોપચય ક્ષય પામે જ છે. માટે મોહનો ક્ષય કરવામાં, પરમ શબ્દબ્રહ્મની ઉપાસનાનો ભાવજ્ઞાનના અવલંબન વડે દઢ કરેલા પરિણામથી સમ્યક પ્રકારે અભ્યાસ કરવો તે ઉપાયાન્તર છે. ૧૩૪૦.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૮૬) * જો અન્ય પ્રાણીઓ, લોક, મને ખોટા ગ્રહના સમૂહોથી ગ્રહાયેલો, હણાયેલો, દુર્ભાગી, ભૂત-પિશાચ વડે પકડાયેલો, રોગ વડે પીડિત, અત્યંત પરિષહોથી વિકલતા (મંદતા, શક્તિહીનતા) તથા વૃદ્ધાવસ્થા પામેલો મૃત્યુની પાસે પહોંચેલો, વિકૃત (બેડોળ) અવસ્થા પામેલો, ભ્રાન્તિવાળો જાણે છે ગણે છે (તો) હુંતો ચૈતન્યસ્વરૂપ છે. એ સ્મરણ કરવા યોગ્ય ઉત્તમ પ્રવચનરૂપ શુદ્ધચિકૂપ હું છું એમ મને જાણો. ૧૩૪૧.
( શ્રી જ્ઞાનભૂષણ, તત્ત્વજ્ઞાન-તરંગિણી, અધ્યાય-૬, ગાથા-૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com