________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮)
(પરમાગમ – ચિંતામણિ * સપુરુષોની સંગતિસે ઉત્પન્ન હુઆ મનુષ્યાંકા વિવેક મિથ્યાત્વાદિ પર્વતાંકે ઊંચે શીખરોકો ખંડ-ખંડ કરનેકે લિયે વજસે અધિક અજેય હૈ. ૧૧૦૧.
( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૨૪) * તિર્યંચગતિમાં જીવે હુણાવું, બંધાવું વગેરે ઘણાં દુઃખો સહન કર્યા. (તે) કરોડો જીભથી કહી શકાતા નથી. અને ઘણાં માઠાં પરિણામોથી મરણ પામીને ભયાનક નરકરૂપી સમુદ્રમાં જઈ પડયો. ૧૧૦૨.
(પં. દોલતરામજી, છઢાળા, ઢાળ-૧, શ્લોક-૮) * નિશ્ચયથી નિત્ય રહેવાવાળું દ્રવ્ય, કઈ અનિત્ય પર્યાયથી જુદું છે? અને ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળી કઇ પર્યાય, નિત્ય દ્રવ્યથી જુદી છે? આ જગતમાં નિત્ય રહેવાવાળું દ્રવ્ય, ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળા પર્યાયરૂપ સ્વ-અંશ વિના હોતું નથી અને ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળો અંશ, દ્રવ્ય વિના હોતો નથી. ૧૧૦૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, લઘુતત્ત્વ સ્ફોટ, સ્તુતિ-૧૮, શ્લોક-૮) * જિનેન્દ્રભગવાનના ગુણરૂપી રત્નોનો મહા ભંડાર પામીને પણ મિથ્યાત્વ કેમ ન જાય? – એ મહાન આશ્ચર્ય છે. અથવા, નિધાન પામવા છતાં પણ કૃપણ પુરુષ તો દરિદ્ર જ રહે છે – એમાં શું આશ્ચર્ય છે? ૧૧૦૪.
( આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૨૫)
* * * * બુદ્ધિમાનાંકો સદા સુખદાઈ સત્સંગતિ હી કરવા યોગ્ય હૈ, ઉસીસે હે ગુણરહિત પુરુષ ભી મહાન૫નેકો પ્રાપ્ત હો જાતા હૈ. ૧૧૦૫.
( શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૭૦) * જીવ, કર્મોદયથી નિરંતર પોતાના સર્વ પ્રદેશોમાં વ્યાકુલ જ રહે છે. જેમ અગ્નિના યોગથી પોતાના સંપૂર્ણ અવયવોમાં ઉકળતું થયું જળ સ્પર્શ કરવાથી ઉષ્ણ માલુમ પડે છે. ૧૧O6.
( શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૪૭) * વિષય-કષાયથી વિરકત થઇને મિથ્યાદષ્ટિ જે ફળ પ્રાપ્ત કરે છે તેનાથી લાખગણું ફળ વિષય સંયુક્ત સમ્યગ્દષ્ટિ સહજ જ પ્રાપ્ત કરે છે - એમ શી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ૧૧૦૭.
( શ્રી કુંદકુંદ આચાર્ય, રયણસાર, ગાથા-૭૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com