________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ )
(પરમાગમ – ચિંતામણિ * સાત તત્ત્વોમાં સહજ પરમ તત્ત્વ નિર્મળ છે, સકળ-વિમળ (સર્વથા વિમળ) જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણ છે, શિવ (કલ્યાણમય ) છે, સ્પષ્ટ-સ્પષ્ટ છે, નિત્ય છે, બાહ્ય પ્રપંચથી પરાડમુખ છે અને મુનિને પણ મનથી તથા વાણીથી અતિ દૂર છે, તેને અમે નમીએ છીએ. ૭૧૦.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૭૭) * આત્મા ધ્યાનગણ્ય હી હૈ, શાસ્ત્રગમ્ય નહીં હૈ, કયોંકિ જિનકો શાસ્ત્ર સુનનેસે ધ્યાનકી સિદ્ધિ હો જાવે, વે હી આત્માકા અનુભવ કર સકતે હૈં. જિન્હોંને પાયા, ઉન્હોંને ધ્યાનસે હી પાયા હૈ, ઔર શાસ્ત્ર સુનના તો ધ્યાનકા ઉપાય હૈ, ઐસા સમજકર અનાદિ અનંત ચિતૂપમેં અપના પરિણામ લગાઓ. ૭૧૧.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૨૩) * આત્મજ્ઞાનરૂપી અંકુરકા ઐસા સ્વભાવ હૈ કિ ઉસકે પ્રતાપસે અવિનાશી જ્ઞાનકા ભેદવિજ્ઞાનકે કારણ અનુભવ હોતા હૈ, સ્પષ્ટ નિર્મલ આત્માકા સ્વભાવ દિખજાતા હૈ તથા પરમાત્માના નિર્મલ કેવલજ્ઞાન પૈદા હો જાતા હૈ. ૭૧ર.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધાસાર, શ્લોક-૪૦)
* * *
* અવિધા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઇ જાય. પરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી, તારી અશુદ્ધ શક્તિ પણ મોટી; તારી ચિંતામણી તારે ગળે પડી અને તેથી પરને દેખી આત્મા ભૂલ્યો, એ અવિધા તારી જ ફેલાયેલી છે; તું અવિધારૂપ કર્મમાં ન પડી સ્વ ન જોડે તો જડનું તો કાંઈ જોર નથી; તેથી અપરંપાર શક્તિ તારી છે. પરની ભાવના કરી ભવ કરી રહ્યો છો. ૭૧૩.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું-૩૭) * સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લઘતાં હોવાને લીધે, નિમિત્તભૂત, અન્યદ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વદ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકા, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઊપજે છે. માટે (આચર્યદવ કહે છે કે, જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા – (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ. ૭૧૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, ગાથા-૩૭૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com