SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૩૭ भावानन्तचतुष्टयस्वरूपेण सहांचितपंचमभावपरिणतिरेव कारणशुद्धपर्याय इत्यर्थः । सायनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्तफलरूपानंतचतुष्टयेन सार्धं परमोत्कृष्टक्षायिकभावस्य शुद्धपरिणतिरेव कार्यशुद्धपर्यायश्च। अथवा पूर्वसूत्रोपात्तसूक्ष्मऋजुसूत्रनयाभिप्रायेण षड्द्रव्यसाधारणाः सूक्ष्मास्ते हि अर्थपर्यायाः शुद्धा इति बोद्धव्याः। उक्तः समासतः शुद्धपर्यायविकल्पः। इदानी व्यंजनपर्याय उच्यते। व्यज्यते प्रकटीक्रियते अनेनेति व्यञ्जनपर्यायः। कुतः ? लोचनगोचरत्वात् पटादिवत्। अथवा सादिसनिधनमूर्तविजातीयविभावस्वभावत्वात् , दृश्यमानविनाशस्वरूपत्वात्। व्यंजनपर्यायश्च---पर्यायिनमात्मानमन्तरेण पर्यायस्वभावात् शुभाशुभमिश्रपरिणामेनात्मा જે સ્વભાવ અનંતચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (–તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણ શુદ્ધપર્યાય છે, એવો અર્થ છે. સાદિઅનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધ ભૂતવ્યવહારથી, કેવળજ્ઞાન કેવળદર્શનકેવળસુખકેવળશક્તિયુક્ત ફળરૂપ અનંતચતુષ્ટયની સાથેની (-અનંતચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી) જે પરમોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ*કાર્યશુદ્ધપર્યાયછે. અથવા, પૂર્વસૂત્રમાં કહેલા સૂક્ષ્મઋજુસૂત્રનયના અભિપ્રાયથી,છદ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત્ તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે). (એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા. હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે : જેનાથી વ્યક્ત થાય—પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ટા વગેરેની) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે); અથવા, સાદિસાંત મૂર્ત વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી (પ્રગટ થાય છે). પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે; તેથી * સહજજ્ઞાનાદિ સ્વભાવ અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંતચતુટ્યયુક્ત કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે. પૂજનીય પરમપરિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy