SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य। ण य तिण्हा व छुहा तत्थेव य होइ णिव्वाणं॥१८०॥ नापि इन्द्रियाः उपसर्गाः नापि मोहो विस्मयो न निद्रा च। न च तृष्णा नैव क्षुधा तत्रैव च भवति निर्वाणम् ॥१८०॥ परमनिर्वाणयोग्यपरमतत्त्वस्वरूपाख्यानमेतत् । अखंडैकप्रदेशज्ञानस्वरूपत्वात् स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियव्यापाराः देवमानवतिर्यगचेतनोपसर्गाश्च न भवन्ति, क्षायिकज्ञानयथाख्यातचारित्रमयत्वान्न दर्शनचारित्रभेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, नित्योन्मीलितशुद्धज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकनिर्मूलनान्न क्षुधा तृषा च। तत्र परमब्रह्मणि नित्यं ब्रह्म भवतीति। નહિ ઇન્દ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં, નિદ્રા નહીં, ન ક્ષુધા, તૃષા નહિ, ત્યાં જ મુકિત જાણવી. ૧૮૦. અન્વયાર્થ –[ ન્દ્રિયાઃ ૩૫ ] જ્યાં ઇન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, [ પ મોડ વિસ્મય ] મોહ નથી, વિસ્મય નથી, [નિદ્રા 7] નિદ્રા નથી, [૨ ૨ 7T] તૃષા નથી, [T gવ સુથા] સુધા નથી, તત્ર વ ર નિર્વાણ મવતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇન્દ્રિયાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે). ટીકા –આ, પરમ નિર્વાણને યોગ્ય પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે. (પરમતત્ત્વ) *અખંડએકપ્રદેશીજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) સ્પર્શન, રસન, પ્રાણ, ચકું ને શ્રોત્રા નામની પાંચ ઇન્દ્રિયોના વ્યાપારો નથી તથા દેવ, માનવ, તિર્યંચને અચેતનકુત ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ હોવાને લીધે (તેને) વિસ્મય નથી; નિત્યપ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે પરમ બ્રહ્મમાં (-પરમાત્મતત્ત્વમાં) સદા બ્રહ્મ (નિર્વાણ) છે. * ખંડરહિત અભિન્ન પ્રદેશી જ્ઞાનપરમતત્ત્વનું સ્વરૂપ છે તેથી પરમતત્ત્વને ઇન્દ્રિયો અને ઉપસર્ગો નથી.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy