SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૧૩ नयेन जगत्त्रयकालत्रयवर्तिसचराचरद्रव्यगुणपर्यायान् एकस्मिन् समये जानाति पश्यति च स भगवान् परमेश्वरः परमभट्टारकः, पराश्रितो व्यवहारः इति वचनात् । शुद्धनिश्चयतः परमेश्वरस्य महादेवाधिदेवस्य सर्वज्ञवीतरागस्य परद्रव्यग्राहकत्वदर्शकत्वજ્ઞાત્વિવિવિઘવિવાહિનીસમુહૂતમૂતળાનાણાઃ* (?) સ માવાન્ ત્રિવતनिरुपाधिनिरवधिनित्यशुद्धसहजज्ञानसहजदर्शनाभ्यां निजकारणपरमात्मानं स्वयं कार्यपरमात्मापि जानाति पश्यति च। किं कृत्वा ? ज्ञानस्य धर्मोऽयं तावत् स्वपरप्रकाशकत्वं प्रदीपवत् । घटादिप्रमितेः प्रकाशो दीपस्तावद्भिन्नोऽपि स्वयं प्रकाशस्वरूपत्वात् स्वं परं च प्रकाशयति; आत्मापि व्यवहारेण जगत्त्रयं कालत्रयं च परं ज्योतिःस्वरूपत्वात् स्वयंप्रकाशात्मकमात्मानं च प्रकाशयति। उक्तं च षण्णवतिपाषंडिविजयोपार्जितविशालकीर्तिभिर्महासेनपण्डितदेवैः વ્યવહારનયથી તે ભગવાન પરમેશ્વર પરમભટ્ટારક આત્મગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોના નાશ વડે પ્રાપ્ત સકળવિમળ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે ત્રિાલોકવર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણપર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. શુદ્ધનિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞવીતરાગને, પરદ્રવ્યનાં ગ્રાહકત્વ, દર્શકત્વ, જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળધ્યાનમાં અભાવરૂપ હોવાથી (?), તે ભગવાન ત્રિકાળનિરુપાધિ, નિરવધિ (અમર્યાદિત), નિત્યશુદ્ધ એવાં સહજજ્ઞાન અને સહજદર્શન વડે નિજ કારણપરમાત્માને, પોતે કાર્યપરમાત્મા હોવા છતાં પણ, જાણે છે અને દેખે છે. કઈ રીતે ? આ જ્ઞાનનો ધર્મ તો, દીવાની માફક, સ્વપર પ્રકાશકપણું છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ-દીવો (કથંચિતુ) ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશસ્વરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશે છે; આત્મા પણ જ્યોતિસ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળરૂપ પરને તથા સ્વયં પ્રકાશસ્વરૂપ આત્માને (પોતાને) પ્રકાશે છે. ૯૬ પાખંડીઓ પર વિજય મેળવવાથી જેમણે વિશાળ કીર્તિ પ્રાપ્ત કરી છે એવા મહાસેનપંડિતદેવે પણ (શ્લોક દ્વારા) કહ્યડે છે કે – * અહીં સંસ્કૃત ટીકામાં અશુદ્ધિ લાગે છે તેથી સંસ્કૃત ટીકામાં તથા તેના અનુવાદમાં શંકાને સૂચવવા પ્રશ્નાર્થનું ચિહ્ન કર્યું છે. ४०
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy