SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૧૩ शीलोपवासगुरुजनवैयावृत्त्यादिसमुद्भवः प्रशस्तरागः, स्त्रीराजचौरभक्तविकथालापाकर्णनकौतूहलपरिणामो ह्यप्रशस्तरागः। चातुर्वर्ण्यश्रमणसंघवात्सल्यगतो मोहः प्रशस्त इतरोऽप्रशस्त एव। चिन्तनं धर्मशुक्लरूपं प्रशस्तमितरदप्रशस्तमेव। तिर्यङ्मानवानां वयःकृतदेहविकार एव जरा। वातपित्तश्लेष्मणां वैषम्यसंजातकलेवरविपीडैव रुजा। सादिसनिधनमूर्तेन्द्रियविजातीयनरनारकादिविभावव्यंजनपर्यायविनाश एव मृत्युरित्युक्तः। अशुभकर्मविपाकजनितशरीरायाससमुपजातपूतिगंधसम्बन्धवासनावासितवार्बिन्दुसंदोहः स्वेदः। अनिष्टलाभः खेदः। सहजचतुरकवित्वनिखिलजनताकर्णामृतस्यंदिसहजशरीरकुलबलैश्वर्येरात्माहंकारजननो मदः। मनोज्ञेषु वस्तुषु परमा प्रीतिरेव रतिः। परमसमरसीभाव અપ્રશસ્ત હોય છે; દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે. (૬) *ચાર પ્રકારના શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. (૭) ધર્મરૂપ તથા શુકલરૂપ ચિંતન (-ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે. (૮) તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહવિકાર (વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જ જરા છે. (૯) વાત, પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (શરીર) સંબંધી પીડા તે જ રોગ છે. (૧૦) સાદિનિધન, મૂર્ત ઇન્દ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. (૧૧) અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાતુ. કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે. (૧૩) સર્વ જનતાના (-જનસમાજના) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ (સુંદર) શરીરને લીધે, સહજ (ઉત્તમ) કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. (૧૪) મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે. શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે : (૧) ઋષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે; અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણ સંઘ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy