SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૨૮૫ परद्रव्यगतत्वादन्यवश कुशलबुद्धिः, किन्तु स निरपेक्षतपोधनः साक्षान्मोक्षकारणं स्वात्माश्रयावश्यककर्म निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, ત્યુત્ત્તઃ / अस्य हि तपश्चरणनिरतचित्तस्यान्यवशस्य नाकलोकादिक्लेशपरंपरया शुभोपयोगफलात्मभिः प्रशस्तरागांगारैः पच्यमानः सन्नासन्नभव्यतागुणोदये सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्धनिश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति । (જ્ઞરિણી) त्यजतु सुरलोकादिक्लेशे रतिं मुनिपुंगवो भजतु परमानन्दं निर्वाणकारणकारणम् । सकलविमलज्ञानावासं निरावरणात्मकं सहजपरमात्मानं दूरं नयानयसंहतेः ॥ २४५॥ अतः અત્યંત૨તપના અનુષ્ઠાનમાં (આચરણમાં)જેકુશળબુદ્ધિવાળોછે; પરંતુ તે નિરપેક્ષતપોધન સાક્ષાત્ મોક્ષના કારણભૂત સ્વાત્માશ્રિત આવશ્યકકર્મને—નિશ્ચયથી પરમાત્મતત્ત્વમાં વિશ્રાંતિરૂપ નિશ્ચયધર્મધ્યાનને તથા શુક્લધ્યાનને—જાણતો નથી; તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્યવશ કહેવામાં આવ્યો છે. જેનું ચિત્ત તપશ્ચરણમાં લીન છે એવો આ અન્યવશ શ્રમણ દેવલોકાદિના ક્લેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાનજ્ઞાનઅનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધનિશ્ચયરત્નત્રયપરિણતિ વડે નિર્વાણને પામે છે (અર્થાત્ ક્યારેક શુદ્ઘનિશ્ચયરત્નત્રયપરિણતિને પ્રાપ્ત કરે તો જ અને ત્યારે જ નિર્વાણને પામે છે). [હવે આ ૧૪૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થઃ—] મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તજો અને *નિર્વાણના કારણનું કારણ એવા સહજપરમાત્માને ભજો—કે જે સહજપ૨માત્મા પરમાનંદમય છે, સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નયઅનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫. ★ નિર્વાણનું કારણ પરમશુદ્ધોપયોગ છે અને પરમશુદ્ધોપયોગનું કારણ સહજપરમાત્મા છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy