SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अवशस्य परमजिनयोगीश्वरस्य परमावश्यककर्मावश्यं भवतीत्यत्रोक्तम् । यो हि योगी स्वात्मपरिग्रहादन्येषां पदार्थानां वशं न गतः, अत एव अवश इत्युक्तः, अवशस्य तस्य परमजिनयोगीश्वरस्य निश्चयधर्मध्यानात्मकपरमावश्यककर्मावश्यं भवतीति बोद्धव्यम्। निरवयवस्योपायो युक्तिः। अवयवः कायः, अस्याभावात् अवयवाभावः। अवशः परद्रव्याणां निरवयवो भवतीति निरुक्तिः व्युत्पत्तिश्चेति। (મંતાક્રાંતા) योगी कश्चित्स्वहितनिरतः शुद्धजीवास्तिकायाद् अन्येषां यो न वश इति या संस्थितिः सा निरुक्तिः। तस्मादस्य प्रहतदुरितध्वान्तपुंजस्य नित्यं स्फूर्जज्योतिःस्फुटितसहजावस्थयाऽमूर्तता स्यात् ॥२३९॥ ટીકા –અહીં, *અવશ પરમજિનયોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ કહ્યર્ડ છે. જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય અન્ય પદાર્થોને વશ થતો નથી અને તેથી જ જેને “અવશ' કહેવામાં આવે છે, તે અવશ પરમજિનયોગીશ્વરને નિશ્ચય ધર્મધ્યાનસ્વરૂપ પરમઆવશ્યકકર્મ જરૂર છે એમ જાણવું. (તે પરમ આવશ્યકકર્મ) નિરવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. અવયવ એટલે કાય; તેનો (કાયનો) અભાવ તે અવયવનો અભાવ (અર્થાત્ નિરવયવપણું). પરદ્રવ્યોને અવશ જીવ નિરવયવ થાય છે (અર્થાત્ જે જીવ પરદ્રવ્યોને વશ થતો નથી તે અકાય થાય છે). આ પ્રમાણે નિરુક્તિ–વ્યુત્પત્તિ–છે. [હવે આ ૧૪૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે [શ્લોકાર્થ:-] કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધજીવાસ્તિકાય સિવાયના અન્ય પદાર્થોને વશ થતો નથી. આમ જે સુસ્થિત રહેવું તે નિરુક્તિ (અર્થાત્ અવશપણાનો વ્યુત્પત્તિઅર્થ) છે. એમ કરવાથી (-પોતામાં લીન રહી પરને વશ નહિ * અવશ = પરને વશ ન હોય એવા; સ્વવશ; સ્વાધીન; સ્વતંત્ર.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy