SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમસમાધિ અધિકાર [ ૨૬૧ यस्तु धर्मं च शुक्लं च ध्यानं ध्यायति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने॥१३३॥ परमसमाध्यधिकारोपसंहारोपन्यासोऽयम्। यस्तु सकलविमलकेवलज्ञानदर्शनलोलुपः परमजिनयोगीश्वरः स्वात्माश्रयनिश्चयधर्मध्यानेन निखिलविकल्पजालनिर्मुक्तनिश्चयशुक्लध्यानेन च अनवरतमखंडाद्वैतसहजचिद्विलासलक्षणमक्षयानन्दाम्भोधिमजंतं सकलबाह्यक्रियापराङ्मुखं शश्वदंतःक्रियाधिकरणं स्वात्मनिष्ठनिर्विकल्पपरमसमाधिसंपत्तिकारणाभ्यां ताभ्यां धर्मशुक्लध्यानाभ्यां सदाशिवात्मकमात्मानं ध्यायति हि तस्य खलु जिनेश्वरशासननिष्पन्नं नित्यं शुद्धं त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणं शाश्वतं सामायिकव्रतं भवतीति। અન્વયાર્થઃ[ઃ તું] જે [ઘર્મ | ધર્મધ્યાન શિવન્ત ૨ ધ્યાન] અને શુક્લધ્યાનને [નિત્યશ:] નિત્ય [ધ્યાત્તિ] ધ્યાવે છે, [] તેને [સામાચિ6] સામાયિક [સ્થા]િ સ્થાયિ છે [તિ વેવત્તિશાસ] એમ કેવળીના શાસનમાં કહ્યડે છે. ટીકા –આ, પરમસમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે. જે સકળવિમળ કેવળજ્ઞાનદર્શનનો લોલુપ (સર્વથા નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શનની તીવ્ર અભિલાષાવાળો–ભાવનાવાળો) પરમ જિનયોગીશ્વર સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન વડે અને સમસ્ત વિકલ્પજાળ રહિત નિશ્ચયશુક્લધ્યાન વડે–સ્વાત્મનિષ્ઠ (નિજ આત્મામાં લીન એવી) નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત એવાં તે ધર્મશુક્લ ધ્યાનો વડે, અખંડઅદ્વૈતસહજચિદ્વિલાસલક્ષણ (અર્થાત્ અખંડ અદ્વૈત સ્વાભાવિક ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા), અક્ષય આનંદસાગરમાં મગ્ન થતા (ડૂબતા), સકળ બાહ્ય ક્રિયાથી પરાક્ષુખ, શાશ્વતપણે (સદા) અંતઃક્રિયાના અધિકરણભૂત, સદાશિવસ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે, તેને ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન થયેલું, નિત્યશુદ્ધ, ત્રિગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ જેનું લક્ષણ છે એવું, શાશ્વત સામાયિકવ્રત છે. [હવે આ પરમસમાધિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે:]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy