SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ एव वचनरचनां परित्यज्य सकलकर्मकलंकपंकविनिर्मुक्तप्रध्वस्तभावकर्मात्मकपरमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं स्वात्माश्रयनिश्चयधर्मध्यानेन टंकोत्कीर्णज्ञायकैकस्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधिમૈવતતિા (વંશસ્થ) समाधिना केनचिदुत्तमात्मनां हृदि स्फुरन्तीं समतानुयायिनीम्। यावन्न विद्मः सहजात्मसंपदं न मादृशां या विषया विदामहि ॥२००॥ વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવે–પરમ વીતરાગ ભાવે–ત્રિકાળનિરાવરણ નિત્યશુદ્ધ કારણપરમાત્માને સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મ ધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશુક્લધ્યાનથી જે પરમવીતરાગ તપશ્ચરણમાં લીન, નિરુપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મભાવકર્મની સેનાને લૂટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે. [હવે આ ૧૨૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે : [શ્લોકાર્થ –] કોઈ એ વી (-અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્કુરતી, સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. ૨૦૦. ૧. અનુયાયિની=અનુગામિની, સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ આત્મસંપદા સમાધિની અનુયાયિની છે.) ૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy