SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર [ ૨૩૩ (કુવનંવિત) अनशनादितपश्चरणात्मकं सहजशुद्धचिदात्मविदामिदम्। सहजबोधकलापरिगोचरं सहजतत्त्वमघक्षयकारणम् ॥१८४॥ (શાનિની) प्रायश्चित्तं ह्युत्तमानामिदं स्यात् स्वद्रव्येऽस्मिन् चिन्तनं धर्मशुक्लम्। कर्मव्रातध्वान्तसद्बोधतेजो लीनं स्वस्मिन्निर्विकारे महिम्नि॥१८५॥ (પંરાક્રાંતા) आत्मज्ञानाद्भवति यमिनामात्मलब्धिः क्रमेण ज्ञानज्योतिर्निहतकरणग्रामघोरान्धकारा। कारण्योद्भवदवशिखाजालकानामजस्रं प्रध्वंसेऽस्मिन् शमजलमयीमाशु धारां वमन्ती॥१८६॥ [શ્લોકાર્થ –] અનશનાદિતપશ્ચરણાત્મક (અર્થાત્ સ્વરૂપપ્રતપનરૂપે પરિણમેલું, પ્રતાપવંત એટલે કે ઉગ્ર સ્વરૂપપરિણતિએ પરિણમેલું) એવું આ સહજ શુદ્ધચૈતન્યસ્વરૂપને જાણનારાઓનું સહજજ્ઞાનકળાપરિગોચર સહજતત્ત્વ અક્ષયનું કારણ છે. ૧૮૪. [શ્લોકાર્થ :–] જે (પ્રાયશ્ચિત્ત) આ સ્વદ્રવ્યનું ધર્મ અને શુક્લરૂપ ચિંતન છે, જે કર્મસમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યજ્ઞાનરૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર મહિનામાં લીન છે—એવું આ પ્રાયશ્ચિત્ત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ૧૮૫. | [શ્લોકાર્થ –]યમીઓને (-સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે કે જે આત્મલબ્ધિએ જ્ઞાનજ્યોતિવડે ઇન્દ્રિયસમૂહનાઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો ૧. સહજજ્ઞાનકળાપરિગોચર = સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે જણાવાયોગ્ય ૨. અઘ = અશુદ્ધિ દોષ; પાપ. (પાપ તેમ જ પુણ્ય બને ખરેખર અઘ છે.) ૩. ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ જે સ્વદ્રવ્યચિંતન તે પ્રાયશ્ચિત્ત છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy