SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર (મંદ્દાાંતા) प्रत्याख्यानं भवति सततं शुद्धचारित्रमूर्तेः भ्रान्तिध्वंसात्सहजपरमानंदचिन्निष्टबुद्धेः । नास्त्यन्येषामपरसमये योगिनामास्पदानां भूयो भूयो भवति भविनां संसृतिर्घोररूपा ॥ १४५ ॥ (શિવરિની) महानंदानंदो जगति विदितः शाश्वतमयः । सिद्धात्मन्युच्चैर्नियतवसतिर्निर्मलगुणे । स अमी विद्वान्सोपि स्मरनिशितशस्त्रैरमिहताः कथं कांक्षंत्येनं बत कलिहतास्ते जडधियः ॥१४६॥ (મંદ્દાòાંતા) प्रत्याख्यानाद्भवति यमिषु प्रस्फुटं शुद्धशुद्धं दुरघतरुसांद्राटवीवह्निरूपम् । सच्चारित्रं तत्त्वं शीघ्रं कुरु तव मतौ भव्यशार्दूल नित्यं यत्किंभूतं सहजसुखदं शीलमूलं मुनीनाम् ॥ १४७॥ [ ૨૦૩ [શ્લોકાર્થ :—]ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિસહજપરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત (–લીન, એકાગ્ર) છે એવા શુદ્ધચારિત્રમૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પરસમયમાં (–અન્ય દર્શનમાં) જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી; તે સંસારીઓને ફરીફરીને ઘો૨ સંસરણ (–પરિભ્રમણ) થાય છે. ૧૪૫. [શ્લોકાર્થ :-]જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધછે, તે નિર્મળગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. (તો પછી,) અરેરે ! આ વિદ્વાનો પણ કામનાં તીક્ષ્ણ શસ્ત્રોથી ઇજા પામ્યા થકા ક્લેશપીડિત થઈને તેને (કામને) કેમ ઇચ્છે છે ! તેઓ જડબુદ્ધિ છે. ૧૪૬. [શ્લોકાર્થ :—]જેદુષ્ટપાપરૂપીવૃક્ષોની ગીચઅટવીને બાળવાને અગ્નિરૂપછે એવું પ્રગટ શુદ્ધશુદ્ધ સત્ચારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે; (માટે) હે ભવ્યશાર્દૂલ ! (–ભવ્યોત્તમ) તું શીઘ્ર તારી મતિમાં તત્ત્વને નિત્ય ધારણ કર—કે જે તત્ત્વ સહજ સુખનું દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. ૧૪૭.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy