SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ भेदविज्ञानिनोऽपि मम परमतपोधनस्य पूर्वसंचितकर्मोदयबलाचारित्रमोहोदये सति यत्किंचिदपि दुश्चरित्रं भवति चेत्तत् सर्वं मनोवाक्कायसंशुद्ध्या संत्यजामि। सामायिकशब्देन तावच्चारित्रमुक्तं सामायिकछेदोपस्थापनपरिहारविशुद्ध्यभिधानभेदात्रिविधम्। अथवा जघन्यरत्नत्रयमुत्कृष्टं करोमि; नवपदार्थपरद्रव्यश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं रत्नत्रयं साकारं, तत् स्वस्वरूपश्रद्धानपरिज्ञानानुष्ठानरूपस्वभावरत्नत्रयस्वीकारेण निराकारं शुद्धं करोमि इत्यर्थः। किं च, भेदोपचारचारित्रम् अभेदोपचारं करोमि, अभेदोपचारम् अभेदानुपचारं करोमि इति त्रिविधं सामायिकमुत्तरोत्तरस्वीकारेण सहजपरमतत्त्वाविचलस्थितिरूपसहजनिश्चयचारित्रं, निराकारतत्त्वनिरतत्वान्निराकारचारित्रमिति। तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम् મને પરમતપોધનને, ભેદવિજ્ઞાની હોવા છતાં, પૂર્વસંચિત કર્મના ઉદયને લીધે ચારિત્રમોહનો ઉદય હોતાં જો કાંઈ પણ દુચારિત્રા હોય, તો તે સર્વને મનવચન કાયાની સંશુદ્ધિથી હું સમ્યક્ પ્રકારે તજું છું. “સામાયિક' શબ્દથી ચારિત્ર કહ્યડે છે– કે જે (ચારિત્ર) સામાયિક, છેદોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ નામના ત્રણ ભેદોને લીધે ત્રણ પ્રકારનું છે. (હું તે ચારિત્રાને નિરાકાર કરું છું.) અથવા હું જઘન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું; નવ પદાર્થરૂપ પરદ્રવ્યનાં શ્રદ્ધાનજ્ઞાન આચરણસ્વરૂપ રત્નત્રય સાકાર (-સવિકલ્પ) છે, તેને નિજ સ્વરૂપનાં શ્રદ્ધાનજ્ઞાન અનુષ્ઠાનરૂપ સ્વભાવરત્નત્રયના સ્વીકાર (-અંગીકાર) વડે નિરાકાર-શુદ્ધ કરું છું, એમ અર્થ છે. વળી (બીજી રીતે કહીએ તો), હું ભેદોપચાર ચારિત્રાને અભેદોપચાર કરું છું અને અભેદોપચાર ચારિત્રને અભેદાનુપચાર કરું છું—એમ ત્રિવિધ સામાયિકને (-ચારિત્રને) ઉત્તરોત્તર સ્વીકૃત (અંગીકૃત) કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચયચારિત્ર હોય છે—કે જે (નિશ્ચયચારિત્ર) નિરાકાર તત્ત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર છે. એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની) ટીકામાં (૧૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કે :–
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy