SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] વ્યવહારચારિત્ર અધિકાર [ ૧૨૭ चोत्सृज्य कायकर्माणि संसारकारणं परिणामं मनश्च संसृतेर्निमित्तं, स्वात्मानमव्यग्रो भूत्वा ध्यायति यः परमसंयमी मुहुर्मुहुः कलेवरस्याप्यशुचित्वं वा परिभावयति, तस्य खलु प्रतिष्ठापनसमितिरिति। नान्येषां स्वैरवृत्तीनां यतिनामधारिणां काचित् समितिरिति। (માનિની) समितिरिह यतीनां मुक्तिसाम्राज्यमूलं जिनमतकुशलानां स्वात्मचिंतापराणाम् । मधुसखनिशितास्त्रव्रातसंभिन्नचेतः सहितमुनिगणानां नैव सा गोचरा स्यात् ॥८॥ (રિજી) समितिसमितिं बुद्ध्वा मुक्त्यङ्गनाभिमतामिमां भवभवभयध्वान्तप्रध्वंसपूर्णशशिप्रभाम्। मुनिप तव सद्दीक्षाकान्तासखीमधुना मुदा जिनमततपःसिद्धं यायाः फलं किमपि ध्रुवम् ॥८९॥ કાયકર્મોનો (શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર -એકાગ્ર) થઈને ધ્યાને છે અથવા ફરીફરીને કલેવરનું (-શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે, તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છેદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. [હવે ૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –]જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા તિઓને આ સમિતિ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અસ્રસમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી. ૮૮. [શ્લોકાર્થ –] હે મુનિ ! સમિતિઓમાંની આ સમિતિને-કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે તથા તારી સત્ દીક્ષારૂપી કાન્તાની (-સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે તેને– હવે પ્રમોદથી જાણીને, જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને તું પામીશ. ૮૯.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy