SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ संचारागोचरं प्रासुकमित्यभिहितम् प्रतिग्रहोचस्थानपादक्षालनार्चनप्रणामयोगशुद्धिभिक्षाशुद्धिनामधेयैर्नवविधपुण्यैः प्रतिपत्तिं कृत्वा श्रद्धाशक्त्यलुब्धताभक्तिज्ञानदयाक्षमाऽभिधानसप्तगुणसमाहितेन शुद्धेन योग्याचारेणोपासकेन दत्तं भक्तं भुंजानः तिष्ठति यः परमतपोधनः तस्यैषणासमितिर्भवति। इति व्यवहारसमितिक्रमः। अथ निश्चयतो जीवस्याशनं नास्ति परमार्थतः, षट्प्रकारमशनं व्यवहारतः संसारिणामेव भवति। તથા વોરં સમવસરે (?) “णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो। उज्ज मणो वि य कमसो आहारो छविहो णेयो॥" સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)–એમ (શાસ્ત્રમાં) કાર્ડ છે. *પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મનવચનકાયાની શુદ્ધિ) અને ભિક્ષાશુદ્ધિ–એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા–એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુકી ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે. હવે નિશ્ચયથી એમ છે કે–જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે. એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યડે છે કે – “[ગાથાર્થ –] નોકર્મ આહાર, કર્મઆહાર, લેપ આહાર, કવલ આહાર, ઓજ આહાર અને મન આહાર–એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.'' + પ્રતિગ્રહ = “આહારપાણી શુદ્ધ છે, તિ, તિષ્ઠ, તિષ્ઠ, (ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો.)' એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ; આદરસન્માન. [આમ પ્રતિગ્રહ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી, પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મનવચનકાયાની શુદ્ધિપૂર્વક શુદ્ધ ભિક્ષા દે છે.] અહીં ઉદ્ધત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ૨૦મી ગાથાની તાત્પર્યવૃત્તિટીકામાં) અવતરણરૂપે છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy