SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ ये केचिद् अत्यासन्नभव्यजीवाः ते पूर्वं संसारावस्थायां संसारक्लेशायासचित्ताः सन्तः सहजवैराग्यपरायणाः द्रव्यभावलिंगधराः परमगुरुप्रसादासादितपरमागमाभ्यासेन सिद्धक्षेत्रं परिप्राप्य निर्व्याबाधसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्ताः सिद्धात्मानः कार्यसमयसाररूपाः कार्यशुद्धाः। ते यादृशास्तादृशा एव भविनः शुद्धनिश्चयनयेन। येन कारणेन तादृशास्तेन जरामरणजन्ममुक्ताः सम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्चेति। (નનુરુમ) प्रागेव शुद्धता येषां सुधियां कुधियामपि। नयेन केनचित्तेषां भिदां कामपि वेम्यहम् ॥७१॥ असरीरा अविणासा अणिदिया णिम्मला विसुद्धप्पा। जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया॥४८॥ જે કોઈ અતિઆસન્નભવ્ય જીવો થયા, તેઓ પૂર્વે સંસારાવસ્થામાં સંસારક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા સહજવૈરાગ્યપરાયણ થવાથી દ્રવ્યભાવ લિંગને ધારણ કરીને પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ (બાધા રહિત) સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનકેવળદર્શનકેવળસુખકેવળવીર્યયુક્ત સિદ્ધાત્માઓ થઈ ગયા-કે જે સિદ્ધાત્માઓ કાર્યસમયસારરૂપ છે, *કાર્યશુદ્ધ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધનિશ્ચયનયથી ભવવાળા (સંસારી) જીવો છે. જે કારણે તે સંસારી જીવોસિદ્ધાત્માઓજેવા છે, તે કારણે તે સંસારીજીવોજન્મજરામરણથીરહિત અને સમ્યક્ત્વાદિ આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે (-સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન,અગુરુલઘુ અને અવ્યાબાધએ આઠ ગુણોની સમૃદ્ધિથી આનંદમયછે). [હવે ૪૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે : [શ્લોકાર્થ –]જે સુબુદ્ધિઓને તેમજકુબુદ્ધિઓને પ્રથમથીજશુદ્ધતા છે, તેમનામાં કાંઈ પણભેદહું કયાનયથીજાણું? (તેમનામાં ખરેખરકાંઈપણભેદઅર્થાત્ તફાવતનથી.) ૭૧. અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતિક્રિય, શુદ્ધ છે, જ્યમ લોકઅગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮. * કાર્યશુદ્ધ = કાર્યઅપેક્ષાએ શુદ્ધ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy