________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
(ચતુર્થ આવૃત્તિ પ્રસંગે )
નિયમસારની આ ચોથી આવૃત્તિ અગાઉની આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે પ્રાયઃ બધી સુધારીને આ આવૃત્તિ બહુ ચીવટથી મુદ્રિત કરવામાં આવી છે. આ આવૃત્તિના મુદ્રણ-શોધનકાર્યમાં બ્ર ચંદુભાઈ ઝોબાળિયા, શ્રી પ્રવિણભાઈ સારાભાઈ શાહ, શ્રી ઋષભકુમાર જૈન (સાગ૨), મનુભાઈ કામદાર વગેરેએ સારી સેવા આપી છે, અને મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય 'ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તે સર્વનો ટ્રસ્ટ આભાર માને છે.
આ ચોથી આવૃત્તિ પ્રકાશન ખાતે અનેક મુમુક્ષુઓ તરફથી આર્થિક સહાય તરીકે રૂા. ૧,૦૦,૨૫૫/- આવેલ છે. આ આવૃત્તિની ૧૦૦૦ પ્રતનો કુલ ખર્ચ રૂા. ૧,૦૬,૧૬૫/- થયેલ છે. તેમાં આ પ્રકાશન ખાતે રૂા. ૮૬,૧૬૫/- લીધેલ છે. (બીજી ૨કમ નિયમસારની પછીની આવૃત્તિમાં લેવામાં આવશે.) ઉપરોક્ત આર્થિક સહાય પછી આ આવૃત્તિની કિંમત રૂા. ૨૦/થાય છે. તેમાંથી ૫૦ ટકા સ્વ. શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની વેચાણ કિંમત રૂા. ૧૦/- રાખવામાં આવી છે.
વિ. સં. ૨૦૫૬, શ્રાવણ વદ ૨, બહેનશ્રી ચંપાબેનની-૮૭મી જન્મજયંતી
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ–૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com