SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૪] તેમના સમાચાર આવે ત્યાં સુધી આમ સુનમુન બેસી રહેવા કરતાં આપણે કાંઈક ધાર્મિક વાર્તા કરીએ, જેથી મનમાં પ્રસન્નતા થાય. ચલણાઃ હા પુત્ર! તારી વાત સાચી છે. આવા દુ:ખ સંકટમાં ધર્મનું જ શરણ છે. અભયઃ માતા ! આપના જેવા ધર્માત્મા ઉપર પણ આવા સંકટ કેમ આવતા હશે? ચેલણાઃ પુત્ર, પૂર્વે જેણે દેવ-ગુરુ-ધર્મની કાંઈક વિરાધના કરી હોય તેને જ આવી પ્રતિકૂળતાના પ્રસંગ આવે અભય: હું માતા ! પ્રતિકૂળસંયોગોમાં પણ જીવ ધર્મ કરી શકે? ચેલણાઃ હા ભાઈ ! ગમે તેવા પ્રતિકૂળ સંયોગ હોવા છતાં જીવ ધર્મ કરી શકે છે; બહારના કોઈ સંયોગ જીવને નડતા નથી. અભય: પણ અનુકૂળ સંયોગ હોય તો ધર્મ કરવામાં તે કાંઈક મદદ તો કરેને! ચલણા : નહિ, ભાઈ ! ધર્મ તો આત્માના આધારે છે, સંયોગના આધારે ધર્મ નથી. સંયોગનો તો આત્મામાં અભાવ છે. અભય: તો બહારમાં અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગ કેમ મળે છે? Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy