SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૪] નથી. તમારો બૌદ્ધધર્મ તો એકાન્ત ક્ષણિકવાદી છે અને બૌદ્ધગુરુઓ સર્વજ્ઞતાના અભિમાનથી દગ્ધ છે. મારા અરિહંતદેવ સિવાય મોક્ષમાર્ગના પ્રણેતા આ જગતમાં કોઈ છે જ નહીં. રાજન્ ! તમારું પણ એ જ ધર્મ અંગીકાર કર્યો કલ્યાણ થવાનું છે. શ્રેણીકા દેવી! એ ચર્ચા છોડો. આ રાજ્યમાં તમે ઇચ્છાનુસાર જૈનધર્મને અનુસરો. જિનમંદિરો કરાવો, જિનેન્દ્રપૂજા અને મહોત્સવ કરાવો; તમારે માટે આ રાજ્યભંડાર ખુલ્લા છે. માટે તમે દુઃખ છોડો અને જેમ તમને પ્રસન્નતા ઉપજે તેમ કરો. તમારા જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની તમને છૂટ છે. પરંતુ હું તો બૌદ્ધધર્મ જ પાળવાનો છું; બૌદ્ધધર્મ સિવાય બીજા કોઈ ધર્મને હું ઉત્તમ માનતો નથી. [ શ્રેણીક ચાલવા માંડે છે. ત્યાં સામેથી અભયકુમાર આવે છે.] અભયઃ પિતાજી... ! અત્યારે બૌદ્ધધર્મના અભિમાનથી તમે ગમે તેમ બોલો, પરંતુ મારી વાત યાદ રાખજો કે એકવાર મારી આ ચેલણામાતાના પ્રતાપે તમારે પણ જૈનધર્મના શરણે આવીને તમારું શીર ઝુકાવવું પડશે અને ત્યારે તમારા પશ્ચાત્તાપનો પાર નહીં રહે. શ્રેણીકઃ અરે, એ વાત છોડો. મારા બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે, તેઓ બધી વાત જાણી શકે છે. Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy