SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૦] નહિ હોય કે હું ક્યાં છું? હે પિતાજી! આપે જૈનધર્મના જે સંસ્કાર સીંચ્યા છે તેના બળે હવે તો હું જ મહારાજાને જૈન બનાવીશ, અને આપણા જૈનધર્મને શોભાવીશ. અભય: ધન્ય માતા, આપના પ્રતાપે એમ જ થશે, અને એકવાર સારા રાજ્યમાં જૈનધર્મની જાહોજલાલી ફેલાઈ જશે. ચેલણા: ભાઈ! વૈશાલીના પણ કાંઈ સમાચાર નથી. ત્રિશલામાતાના નંદન મહાવીરકુમાર શું કરતા હશે? મારી નાની બેન ચંદના શું કરતી હશે ! અહો, તે દેશને ધન્ય છે કે જ્યાં તીર્થકર ભગવાન પોતે બિરાજી રહ્યા છે. અરે! ત્યાંના ક્ષેમકુશળના સમાચાર પણ સાંભળવા મળે તો કેવું સારું! અભયઃ જુઓ, માતા, દૂરથી કોઈ દૂતી આવતી લાગે છે. [ દૂતી આવે છે] ચેલણાઃ આવ બહેન આવ! શું છે મારા દેશના સમાચાર? ત્યાં ચતુર્વિધ-સંઘ તો કુશળ છે ને! મહાવીરકુમાર હજી દીક્ષિત તો નથી થયાને? મારી નાની બહેન ચંદના તો આનંદમાં છે ને? દૂતી: માતા, જૈનધર્મના પ્રતાપે ચતુર્વિધ સંઘ તો કુશળ છે; મહાવીરકુમાર તો વૈરાગ્ય પામીને દીક્ષિત થઈ ગયા...... Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy