________________
કલશ-૧૪૨
૪૦૧ કળશ નં.-૧૪૨ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૮-૧૪૯
તા. ૧૩–૧૪/૧૧/'૭૭ પુરે પુર્વ જ્ઞાનું જ્ઞાનામાં વિના પ્રાપ્ત થમ પિ ર દિ ક્ષમત્તે” (પરે) શુધ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે” જેને આત્મા શુધ્ધ સ્વરૂપ પવિત્ર છે તેનું તેને સમ્યગ્દર્શન નથી અને અનુભવે (ય) નથી. વસ્તુ શુધ્ધ ચૈતન્ય આનંદ દળ છે. ધ્રુવના તળમાં અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ અનંત વીતરાગતા એવી જે વસ્તુ તેનો જેને પર્યાયમાં અનુભવ નથી એટલે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી. ભગવાન આત્માના અનુભવથી જે ભ્રષ્ટ છે તેને શુધ્ધ સ્વરૂપનો અનુભવ નથી, તે તો રાગની રુચિમાં પડયા છે.
(રૂદું જ્ઞાનં) પૂર્વે કહેલ છે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને શુધ્ધ સ્વરૂપ - અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવાને, હજાર ઉપાય કરવામાં આવે તો પણ, નિશ્ચયથી સમર્થ થતા નથી.” ભગવાન તો જ્ઞાનમાત્ર આત્મા છે. ચૈતન્ય ચંદ્ર છે. એકલો ચંદ્ર કેમ કહ્યો? કેમ કે – ચૈતન્ય શીતળ જ્ઞાનથી ભરેલો છે. તે શીતળ
શીતળ....ઠંડો ઠંડો ઉપશમરસથી ભરેલ એવો જે ભગવાન આત્મા તેને અનુભવ વિના પામી શકાતો નથી. (પ્રથમ પિ) કહે છે કે – દયા- દાન -વ્રત-ભક્તિ-તપ કોઈ પણ પ્રકારે.....અનંત ઉપાયો કરવામાં આવે તો પણ .....ભગવાન આત્મા તેનાથી પ્રાપ્ત થાય તેવો નથી.
ચૈતન્યની લહેરથી ભરેલો ભગવાન ચૈતન્યના સ્વભાવથી જ તે પ્રાપ્ત થાય છે. રાગની ક્રિયા હજાર શું? લાખ શું? કરોડ કરે ને......... તેનાથી પ્રાપ્ત થાય તેવો નથી. છઢાળામાં આવે છે
લાખ બાતકી બાત યહી નિશ્ચય ઉર લાઓ.
તોરી સકલ જગદંદકુંદ, નિત આતમ ધ્યાઓ.” કહે છે રાગ તો છોડ પણ, વિકલ્પનું દૈત- (દ્વન્દ્ર) પણ નહીં. આ ગુણી અને આ ગુણ એવા દૈતપણાનો ભેદ પણ હવે છોડ!! ત્યાં જ ઢાળામાં લાખ વાતની વાત કહ્યું, અહીંયા હજાર કહ્યું, ત્યાં બધે અનંત લઈ લેવું.
ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્ય પવિત્રતાનો પિંડ પ્રભુ છે તેની સન્મુખ થઈને, ચૈતન્યને અનુસરીને આનંદનું વદન થવું, આ સિવાય અનેક ઉપાય કરો તો પણ (આત્મા) પ્રાપ્ત થાય તેવો નથી. “(વરથમ પિ) હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી.” એ આત્મજ્ઞાન કરી શક્તા નથી. લાખ મંદિર બનાવે ગજરથ ચલાવે, અબજો રૂપીયા ખર્ચે, મંદિર ખાતે કરોડ ખર્ચે ....પણ તેનાથી (આત્મ) વસ્તુ પામી શકાતી નથી. કેમ કે - વસ્તુમાં તપણું, વિકલ્પપણું નથી. એવી ચીજને પામવા માટે હજાર, લાખ ક્રિયા કરો. અત્યારે