________________
૨૯૮
કલશામૃત ભાગ-૪ અને અશુભથી બંધ માને, શુભથી બંધ ન માને તો મોટો તફાવત છે. પાટીયું (પેઈજ) ભર્યું છે. તે આમાંથી ભર્યું છે.બન્ને બાજુ ભરેલું છે. શિષ્ય પ્રશ્ન પણ કર્યો છે. આટલા મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તિ પાળે, આજીવન બ્રહ્મચર્ય પાળે, મહિના-મહિનાના ઉપવાસ કરે છતાં તેને તમે પાપી કેમ કહો છો? કેમ કે એ બધો તો શુભભાવ પુણ્યભાવ છે. અને તમે તેને પાપી કેમ કહો છો? તો કહે છે. સિધ્ધાંતમાં મિથ્યાત્વને મોટું પાપ કહ્યું છે અને એ મિથ્યાત્વી-પાપીને પુણ્યના પરિણામનો રસ અને રુચિ તે જ મિથ્યાત્વ છે. માટે પાંચ મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તિ પાળે, હજારો રાણી છોડીને, દુકાન ધંધા છોડીને બ્રહ્મચર્ય પાળે પણ તેને પંચ મહાવ્રતના રાગનો પ્રેમ છે. તેથી એ પાપી છે. એમાં પાઠમાં કાલ આવશે! આ તો તેનો ઉપોદ્યાત છે. મથાળું બાંધીને પછી તેનો વિસ્તાર આવશે.
આહાહા ! આવી વીતરાગની વાણી ! સાંભળવા મળે નહીં...એ કે દિ' દિશા ફેરવે અને કે દિ' દશા થાય!? અજ્ઞાનીની દશા રાગની સચિમાં પર તરફ છે. પછી તે મહાવ્રતનો રાગ હોય કે દયા-દાનનો કે ભક્તિ-પૂજાનો કે વ્રત-તપનો તે રાગનો પ્રેમ છે તો તું પાપી છો.
ત્રિલોકનાથ વીતરાગ પરમાત્મા એમ કહે છે કે પ્રભુ! તું વીતરાગ સ્વરૂપે છો ને! તેને છોડીને આવા રાગની રુચિ જો કરી તો પ્રભુ તારા જેવો કોઈ પાપી નથી. પણ પાપી તો એને કહેવાય કે જે કષાયખાના ખોલે, બોકડા કાપે, માંસ ખાય તે પાપી છે... પરંતુ આને કેમ પાપી કહેવાય?
પાઠમાં કહ્યું છે. “જોડMાવરન્તુ તે યોગદ્યાપિ પITI” કેમ કે મિથ્યાત્વ એ મહાપાપ છે. મહા પાપ કેમ? જેમાં અનંતા નિગોદના ભવ કરવાની તાકાત છે. અનંતા પશુના ભવ કરવાની મિથ્યાત્વમાં તાકાત છે. એ મિથ્યાત્વનું લક્ષણ શું? નાનામાં નાનો પુણ્યનો રાગ આવે એ રાગની રુચિ કરો અને રાગ તેને પોષાય .. તો તે મિથ્યાષ્ટિ જીવ છે. તે ચોરાસી લાખ ભવાબ્ધિના દરિયામાં રખડવાનો અભિલાષી છે. ભાષા તો બહુ સાદી છે. બાપા! આવા અવસર કયારે મળે ! અરે..! એમ ને એમ ગુમાવી નાખ્યા ટાંણા, પચાસ-પચાસ, સાંઈઠ-સાંઈઠ વરસ સુધી કાંઈ કર્યું નહીં. શું તત્ત્વ –વસ્તુ શું! એ જાણ્યા વિના એમ ને એમ જિંદગી ગાળી.
“મિથ્યાત્વ ભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી” એ બધી કર્મની સામગ્રી છે. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ વિકારી રાગ એ બધી કર્મની સામગ્રી છે. એ આત્માની નહીં. અહીંયા (શુભમાં)પણ આવ્યો નથી. અને એકલા પાપના પરિણામની સચિમાં પડ્યો છે. તે મિથ્યાષ્ટિ છે ને તેની ગતિ પણ દુર્ગતિ છે. આ તો પંચ મહાવ્રત પાળે છે, સમિતિ ગુપ્તિ પાળે છે, જાબજીવ બ્રહ્મચર્ય પાળે છે, તેના ફળ તરીકે શુભભાવ થાય, એટલે સ્વર્ગમાં જશે...... પણ છે મિથ્યાદેષ્ટિ તેથી અનંત સંસારમાં રખડશે. અરે તે કયાં ઊતરશે? કોઈ(જાણીતું) દ્રવ્ય નથી, ક્ષેત્ર નથી, કાળ નથી, ભાવ નથી. એ બધું ભૂલીને કયાં ઊતરશે? ત્યાં કોઈ સફારશ ચાલે એવું નથી.