________________
કલશ-૧૧૩
ઉદાર નામ શાશ્વત છે યોદ્ધો. કેમકે શાશ્વતના આશ્રયે પ્રગટયો માટે શાશ્વત છે. એ દશા પ્રગટી એ પ્રગટી.. હવે પૂર્ણ કેવળજ્ઞાન લીધે છૂટકો. આહાહા! શાશ્વત એવો ગંભીર અનંત શક્તિએ બિરાજમાન છે. વસ્તુ તો એની શક્તિએ શાશ્વત બિરાજમાન છે જ. હવે જે સમ્યક યોદ્ધો પ્રગટ થયો તે પણ મર્યાદા રહિત છે. અષ્ટપાહુડ તેમાં ચારિત્રપાહુડમાં આવે છે કે – નિર્મળ પર્યાય અક્ષય અને અમેય છે.
આહાહા ! જેની અંતરદશા સ્વભાવના આશ્રયે થઈ એ ચારિત્રદશાનું નામ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર છે. એ દશા અક્ષય અને અમેય છે. એ દશા હોં! જેનો ક્ષય ન થાય તેવી અને અમેય નામ મર્યાદા નહીં. ચારિત્ર પાહુડની પહેલી ગાથામાં પર્યાયને અક્ષય અને અમેય કહે છે. વસ્તુ તો અક્ષય અમેય છે જ. જેને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રનું પરિણમન થયું તે પરિણામ અક્ષયને અમેય છે. અરે ! તમે તો કહો છો કે – ચારિત્ર પામીને કોઈ પડી જાય છે. અરે! પડી જવાની વાત અહીં નથી. શાહુકાર પાસે દિવાળિયાની વાત ક્યાંથી? આ તો અંદરમાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ અક્ષય અને અમેય છે. આહાહા ! વસ્તુ તો અક્ષય ને અમેય છે જ પણ તેની પરિણતિમાં અક્ષય અને અમેયપણું આવી ગયું છે. એમ કહે છે.
આહાહા ! એવો મહા યોદ્ધો, શુદ્ધ જ્ઞાનરૂપી સંવર યોદ્ધો એવો (મદાવાઃ) મહાઉદય જેનું સ્વરૂપ છે. તેને મહોદય કહે છે. મહા ઉદય પ્રગટ થાય છે. (મહોય:) એમ શબ્દ વપરાય છે. મોટા માણસો માટે. અહીં કહે છે મહોદય છે જેનું સ્વરૂપ. રાગનો ઉદય હતો તે રાગનો નાશ થઈને મહાઉદય થયો સંવરનો. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ તે મહા ઉદય થયો. એ ઉદય થયો તેનું અસ્તપણું હવે થશે નહીં.
આ અધિકારમાં આસ્રવને જીતનાર જ્ઞાન સ્વરૂપ કેવું છે તે વાત ચાલે છે. કોઈ પાંચ-દશ મિનિટ મોડા આવે તેથી તેમને શરૂઆતની ખરી (મૂળ) વાત રહી જાય.
જ્ઞાનયોદ્ધો ( ઘનુર્ધરઃ) કેવો છે?” એ કહ્યું ને! પોતાના સ્વરૂપનું જ્ઞાન જે મિથ્યાત્વના રાગથી રહિત થયું. (રાગ રહિત) આવી જે વસ્તુ છે – ચીજ છે, તેનું જ્ઞાન ધનુર્ધર છે અર્થાત્ એક પછી એક બાણાવળી જેમ બાણ નાંખે છે તેમ એક પછી એક આસવની, બંધની પર્યાય થાય છે. પરંતુ આત્મા આનંદ સ્વરૂપ છે તેના તરફના વલણવાળી-ઝુકાવવાળી જે દશા એક પછી એક થાય, તે નિર્મળધારા દ્વારા રાગ અર્થાત્ આસ્રવને જીતે છે.
આહાહા ! શાંતરસનું વર્ણન છે તેમાં વીરરસ નાખ્યો છે. છે તો શાંતરસનું વર્ણન. શુભ અશુભના ભાવ, પુણ્ય-પાપ અધિકારમાં ચાલ્યા ગયા. પુણ્ય-પાપ બંન્ને અશાંત છે. પુણ્ય પાપથી રહિત એવો પોતાનો ચૈતન્ય સ્વભાવ, તેના આશ્રયે જે સંવરની જ્ઞાન દશા ઉત્પન્ન થઈ તેને જ્ઞાનયોદ્ધો કહેવામાં આવે છે. ધનુધરે જ્ઞાનરૂપી ધનુષ ધારી રાખ્યું છે.
“હીર-મીર-મદીયઃ” શાશ્વત એવું છે, અનંત શક્તિએ વિરાજમાન સ્વરૂપ જેનું, એવો છે. આ મૂળ ચીજ પહેલી આવી. ( હવે આગળ કહે છે) જ્ઞાનયોદ્ધો જે આસવને
- કી જય