SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates કલશ-૬૯ ૧૦૩ નહીં, એ તો બધી પરાધીનતા છે. આવશ્યક તો અવશ્ય એક ભગવાન સત્વ તેનો નિર્વિકલ્પપણે અનુભવ કરવો એ આવશ્યક છે. આવશ્યક કરવા લાયક ભાવ તો આ છે. સમજમાં આવ્યું? આહાહા ! એકના ત્રણ વિચા૨ ક૨વા, સત્ત્વ એક અને ત્રણ વિચાર કરવા તે દુઃખ છે. ઝીણી વાત છે ભાઈ ! હજુ તો બહારનો શુભજોગ તેને મોક્ષનો માર્ગ માને છે. કૈલાસચંદજી કહે:- શુભજોગ હેય છે. પેલા ભાઈ કહેઃ- શુભજોગને ઠેય માને તે મિથ્યાર્દષ્ટિ છે. કૈલાસચંદજી કહેઃ- કુંદકુંદાચાર્ય શુભભાવને હેય માને છે.. તો શું તે મિથ્યાર્દષ્ટિ થયા ? આ ચર્ચા હવે સોનગઢને કા૨ણે ચાલી. બાકી તત્ત્વ તો બધુંય એમને એમ પડયું હતું શાસ્ત્રમાં. આહાહા ! પેલા ભાઈએ ચેલેન્જ આપી છે કૈલાસચંદજીને- શુભજોગ મોક્ષનો માર્ગ છે તેમ અમે ચેલેન્જ આપીએ છીએ. શ્રોતાઃ– સોનગઢવાળા ભણ્યા- વાંચ્યા વિના ચર્ચા પણ કરતા નથી પરંતુ તમે તો ભણેલા છો તો કેમ આવી ચર્ચા કરો છો ! ઉત્ત૨:- સંસ્કૃત ને વ્યાકરણને જાણતાં નથી અને આત્માની વાતો કરે છે લ્યો ! ભાઈ ! અહીં સંસ્કૃતનું શું કામ છે ? આહાહા ! તિર્યંચ સમકિત પામે છે. એ નવતત્ત્વના નામ પણ જાણતાં નથી. તેની સાથે સમકિતને શું સંબંધ છે! આહાહા ! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ! એ આનંદની ત૨ફ ઝૂકવું એ પંડિત છે. બાકી તો પંડયા... પંડયા... પંડયા... ફોતરા ખંડયા. આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં પહેલા પાને છે. પંડયા... પંડયા... પંડયા... ફોતરા- છીલકા ખાંડયા... ભાઈ ! અનંત આનંદનો નાથ તને સ્પર્શમાં ન આવ્યો.. અને તેના ભેટા ન કર્યા, આ રાગના ભેટામાં તે સુખ માન્યું. તેં છિલકા ખાંડયા. સમજમાં આવ્યું ? આવો માર્ગ છે ભાઈ ! ભગવાન આ અંદ૨માં ઘ૨ની ચીજ છે! ભજનમાં આવે છે– 66 હમ તો કબ હૈં ન નિજઘર આયે, ૫૨ઘ૨ ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયૈ ”. અમે વ્રતધારી, અમે પુણ્યના કરનારા, અમે દયા પાળનારા.. એવા પરના સંગે અનેક નામ ધર્યા. એક કરોડપતિ ગૃહસ્થ માણસનો પુત્ર વ્યભિચારે ચડી ગયો હોય. કોઈ વાઘરણ કે બાવીને પટારામાંથી પૈસા કાઢી અને આપી આવે. પિતાજીને ખબર પડી કે પુત્ર તો શીલથી ભ્રષ્ટ છે. પિતાએ પુત્રને કહ્યું બેટા ! ઘ૨માં સારા ખાનદાનની દીકરી છે. ૫૨પુરુષ ઉપ૨ નજ૨ ન કરે એવી ખાનદાનની દીકરી છે એને છોડીને તું આ બાવી પાસે જાય છે ? આ ઘર નહીં ખમે ! આ ઘર નહીં રહી શકે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008258
Book TitleKalashamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2003
Total Pages451
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy