SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨. કલશામૃત ભાગ-૨ આત્માને શરીરવાળો, પુણ્ય-પાપવાળો રાગી-દ્વેષી ઘીના ઘડાની પેઠે કહેવાય પણ તે પુણ્ય-પાપ સ્વરૂપ નથી, તે તો ચૈતન્યરૂપ છે. જેમ ઘીનો ઘડો વ્યવહારથી કહેવાય છે તેમ પુણ્ય-પાપનો કરનાર જીવ તેમ વ્યવહારથી કહેવામાં આવે છે, પરંતુ ખરેખર જીવ પુણ્ય-પાપમાં નથી, તેથી તેનો કરનાર આત્મા નથી. આ વાત લોજીકથી છે કે નહીં? ભગવાનનો માર્ગ ન્યાય માર્ગ છે. ન્યાય એટલે “ની ધાતુ છે. જેનું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે. આ તમારા સરકારના ન્યાય નહીં હોં! પ્રભુ! આ તો જિનેશ્વરદેવ પરમાત્માના ઘરના ન્યાયની ઝીણી વાત છે. આહાહા ! વીતરાગ પરમાત્મા ત્રણ લોકના નાથ છે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય, તેમાં એક સમયમાં જેમણે ત્રણકાળ ને ત્રણલોક જોયા છે તે અરિહંત પરમેશ્વરે આ વાત કરી છે. પ્રભુ કહે છે-અરે... ભાઈ ! સાંભળ બાપુ! તને આ વાત સાંભળવા મળી નથી. જેમ ઘીનો ઘડો, દૂધનો ઘડો કહેવામાત્ર છે તેમ મનુષ્યજીવ, એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ તેમ કહેવામાત્ર છે. બાકી રાગી, દ્રષી આત્મા છે જ નહીં. આત્મા તો વિજ્ઞાનઘન છે. વિજ્ઞાનઘન એટલે સમજણનો પિંડ છે. ચૈતન્યઘન છે. એ તો ભગવાન આત્માપણે બિરાજે છે. આ બાળગોપાળ-એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધાય કહેવાય. તેમ આ દેવજીવ, મનુષ્યજીવ, આ સ્ત્રીનો જીવ, આ પુરુષનો જીવ કહેવાય; પણ જીવ કાંઈ પુરુષનો છે? જીવ તો વિજ્ઞાનઘન છે. જેમ માટીનો પિંડ છે તેને ઘડો કહેવામાં આવે છે તેમ ચૈતન્યનો પૂંજ છે તેને જીવ કહેવામાં આવે છે. ઘીનો ઘડો કહ્યો માટે એ ઘડો ઘીમયી થઈ ગયો? તેમ જીવને રાગી, પુષ્યવાળો પાપવાળો કહ્યો તો જીવ રાગમયી થઈ ગયો. આકરી વાત છે બાપુ! એ આત્મજ્ઞાન એટલે સમ્યગ્દર્શન તે અપૂર્વ ચીજ છે. આહા. હા ! એ.. રાગ ને પુણ્ય-પાપના ભાવ તે અજીવ છે. તેને વ્યવહારથી આત્મા કહેવાય પણ તે આત્મા નહીં. આત્મા તો અંદર વિજ્ઞાનઘન સ્વરૂપ છે પ્રભુ! જે જીવ પુણ્ય-પાપના વિકલ્પની વૃત્તિનો આશ્રય છોડી અને અંદર ત્રિકાળી આનંદકંદની દૃષ્ટિ કરે ત્યારે તેને આત્મા પ્રતીતમાં અને અનુભવમાં જાણવામાં–દેખવામાં આવે. ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. આ તો હજુ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવક કોને કહેવાય તે તો બહુ ઝીણી વાત છે. બાપા! આ દાખલો સમજાય છે કે નહીં? એમ કહે ને! આ બાજરાનો કોથળો... આ ચોખાનો કોથળો; તો કોથળો બાજરાનો છે? બાજરો તો બાજરામાં છે. આ કોથળામાં બાજરો કયાંથી આવ્યો હોય ! પાલેજમાં મોટી દુકાન, તેમાં વોરા સવારથી સાંજ સુધી ગુણી તોળ્યા કરે. પછી બોલે ચારમણ ને અઢી શેર. ચોખા ચારમણ ખાવામાં કામ આવે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy