SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ : જૈનધર્મની વાર્તાઓ ધ્રાસકો પડ્યો કે અરે, તેમના વૈરાગ્ય–ઉપદેશથી મારો પુત્ર પણ કયાંક સંસાર છોડીને ચાલ્યો જશે !' આથી રાણી સહદેવીએ સેવકોને આજ્ઞા કરી કે આ કોઈ મેલો ઘેલો અજાણ્યો નગ્નપુરુષ નગરીમાં આવે છે, તે કયાંક મારા સુકોશલ પુત્રને ભોળવીને લઈ જશે ! માટે તેને નગરમાં આવવા ન દેશો. વળી નગરીમાં એવા બીજા નગ્ન સાધુઓ આવે તો તેમને પણ આવવા ન દેશો; જેથી મારો પુત્ર તેને દેખવા ન પામે! પંદર દિ' ના નાના બાળકને છોડીને ચાલ્યા જતાં તેમને દયા પણ ન આવી! –આમ સહદેવીએ, સાધુ થયેલા પોતાના સ્વામી પ્રત્યે આવા અનાદરવચન કહીને તીરસ્કાર કર્યો.. “અરેરે ! આ દુષ્ટ રાણી એક વખતના પોતાના સ્વામીનું અપમાન કરે છે!' –એ દેખીને ધાવમાતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં! એ વખતે, સુકોશલ રાજકુમારનું કોમળ હૃદય ઉપરનું દશ્ય જોઈ ન શકયું તેણે તરત ધાવમાતાને પૂછયું-મા, આ બધું શું છે? પેલા મહાપુરુષ કોણ છે? તેને નગરીમાં કેમ નથી આવવા દેતા? ને તેને દેખીને તું કેમ રડે છે !! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy