SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૭૭ જ્યારે આપણે મુનિરાજને પણ સાથે રાખીને સરખામણી કરશું ત્યારે બેધડકપણે દેખાશે કે, વીતરાગભાવમાં બિરાજમાન મુનિરાજનું કાર્ય તે જ શ્રેષ્ઠ કાર્ય છે, તે જ અત્યંત પ્રશંસનીય છે, ને તે વીતરાગભાવની સરખામણીમાં ભૂંડનો પ્રશસ્તરાગ પણ પ્રશંસનીય નથી. | મુનિરાજનો વીતરાગભાવ જ પરમ અહિંસારૂપ હોવાથી તેને આપણે પ્રશંસનીય કહેશું, ને તેને જ મોક્ષનું કારણ કહેશું. તે વીતરાગભાવની સામે ભૂંડનાં રાગભાવને આપણે “પરમ' અહિંસા નહીં કહીએ, અપિતુ તેને પણ “હિંસા” ની કક્ષામાં જ મૂકીશું. ભલે તે રાગને “પ્રશસ્ત' વિશેષણ લગાડીએ તોપણ તેને હિંસા તો કહેવી જ પડશે, કેમકે જેટલો રાગ છે તેટલી હિંસા છે. પીત્તળને પ્રશસ્ત વિશેષણ લગાડીને “પ્રશસ્ત પીત્તળ” એમ કહીએ તેથી કાંઈ તે સુવર્ણની જાતમાં તો ન જ આવે; તેમ કોઈ રાગાદિ-હિંસાને પ્રશસ્ત વિશેષણ લગાડીએ તેથી કાંઈ તે “અહિંસા” ન બની જાય. એટલે શુભરાગવાળો તે ભૂંડનો જીવ પણ, આગળ વધીને જ્યારે રાગ વગરનો ચૈતન્યભાવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy