SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈન ધર્મની વાર્તાઓ : ૭૫ આવ્યો. ભૂંડને તેનો ખ્યાલ આવી ગયો એટલે તરત જ વચ્ચે આવીને તેણે વાઘને રોકયો. વાઘ એના પર તૂટી પડયો... વાઘ અને ભુંડ બન્ને લડયા; ખૂબ લડયા. ક્રૂર વાઘની સામે પણ ભૂંડે બરાબર ટક્કર ઝીલી; તેના મનમાં એક જ ધૂન હતી કે પ્રાણ આપીને પણ હું મુનિને બચાવીશ. બન્ને ખૂબ લડે છે, – એક તો મુનિના રક્ષણ માટે લડે છે, ને બીજો મુનિના ભક્ષણ માટે લડે છે. લડતાં-લડતાં બન્નેએ એક બીજાને મારી નાંખ્યા... બન્નેએ એકબીજાની હિંસા કરી. વાઘ તો મરીને દુર્ગતિમાં ગયો; સુવર મરીને સુગતિમાં ગયું; મુનિરાજ તો ધ્યાનમાં જ વીતરાગપણે બિરાજી રહ્યા ને કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષગતિ પામ્યા. આ દષ્ટાંતમાં ત્રણ પાત્રો છે: ૧. સુવ૨નો જીવઃ- જે મુનિને બચાવવાના પ્રશસ્ત રાગકષાયમાં વર્તે છે. ૨. વાઘનો જીવ:- જે મુનિરાજને મારવાના અપ્રશસ્ત દ્વેષ-કષાયમાં વર્તે છે. ૩. મુનિરાજઃ- જેઓ અકષાય વીતરાગભાવમાં વર્તે છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy