SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ : જૈન ધર્મની વાર્તાઓ વડે પોતે પોતાના સ્વઘરની શાંતિને બાળે છે; પણ ક્રોધાગ્નિ બૂઝાવીને પોતે પોતાના શાંત પરિણામમાં રહે તો એને કાંઈ જ નુકસાન ન થાય, ને પોતાને આત્મિક શાંતિ મળે. આ રીતે પ્રતિકૂળતામાં ક્રોધ એ કાંઈ દુ:ખથી બચવાનો ઉપાય નથી, પણ શાંતિ એ જ દુઃખથી બચવાનો ઉપાય છે. જગતનો કોઈ શત્રુ તારી જે શાંતિને હણવા સમર્થ નથી તે શાંતિને તું પોતે જ ક્રોધ વડે કેમ હણે છે? જ્યાં ક્રોધ છે ત્યાં દુઃખ છે. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. હિમાલયથી ઊંચો કહો જોઈએ-આપણા હિમાલય પર્વતની ઊંચાઈ કેટલી ? -પાંચ કે છ માઈલ જેટલી. અને શાશ્વત જિનમંદિરોથી શોભિત મેરુ પર્વતની ઊંચાઈ કેટલી? શું હિમાલયથી બમણી હશે? ના, ના, હિમાલયથી તો આઠ કરોડ ગણી એની ઊંચાઈ છે. હિમાલયની પાંચ છ માઈલ, તો મેરુની પચાસ કરોડ માઈલ! જૈનવૈભવથી ભરપૂર મેરુ તે માનવલોકની મહાન શોભા છે. શાશ્વત જિનમંદિરો તથા તીર્થકરોના અભિષેકને લીધે તે જગપૂજ્ય તીર્થ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy