SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates [ ૯ ] ધર્મ.... પહેલો ( વૃદ્ધાવસ્થા થશે ત્યારે ધર્મ કરશું' એમ કહેતાંકહેતાં અનેક જડબુદ્ધિઓ ધર્મ કર્યા વગર જ મરી ગયા. અરે, ધર્મ કરવામાં વળી વૃદ્ધાવસ્થાની રાહ શું જોવી ? મુમુક્ષુને જીવનમાં પહેલું સ્થાન ધર્મનું હોય. પહેલી ક્ષણ ધર્મની... પહેલું કામ ધર્મનું. એક સાથે ત્રણ વધાઈ આવી ત્યારે, ભરતરાજે પુત્ર અને રાજચક્ર બન્નેને ગૌણ કરીને, કેવળજ્ઞાનની પૂજા પ્રથમ કરી; તે ધર્મની પ્રધાનતા પ્રસિદ્ધ કરે છે. ભાઈ, તારે દુ:ખથી છૂટવું હોય તો વર્તમાન ક્ષણ તારી પાસે હાજર છે, તેનો સદુપયોગ કરી લે; બીજી ક્ષણના ભરોસે રાહ જોઈને બેસી ન રહે. ધર્મમાં પ્રમાદી થઈશ તો પસ્તાવાનો વખત આવશે... અને જો ધર્મના સંસ્કાર લઈશ તો વૃદ્ધાવસ્થામાંય તે તને એવો સુંદર સહારો આપશે, કે બીજા સહારાની તારે જરૂર નહીં પડે. માટે ચેતી... જા ! * Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy