SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (૫૪) ઉ. બે ભેદ છે. દર્શનચેતના (દર્શનોપયોગ) અને જ્ઞાનચેતના (જ્ઞાનોપયોગ ). પ્ર. ૧૫૧-દર્શનચેતના કોને કહે છે? ઉ. જેમાં પદાર્થોના ભેદરહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન ) હોય તેને દર્શનચેતના કહે છે; જેમ કે જ્ઞાનનો ઉપયોગ ઘડા ત૨ફ હતો ત્યાંથી છૂટી બીજા પદાર્થ સંબંધી જ્ઞાનોપયોગ શરૂ થાય તે પહેલાં જે ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસરૂપ વ્યાપાર થાય તે દર્શનોપયોગ છે. પ્ર. ૧૫૨-જ્ઞાનચેતના (જ્ઞાનોપયોગ ) કોને કહે છે? ઉ. જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાનોપયોગ કહે છે, અર્થાત્ જ્ઞાનગુણને અનુસરીને વર્તનારો ચૈતન્યપરિણામ તે જ્ઞાનોપયોગ છે. પ્ર. ૧૫૩–દર્શનચેતનાના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે:- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. તેઓ દર્શનગુણને અનુસરી વર્તનારા ચૈતન્ય પરિણામ છે. પ્ર. ૧૫૪-ચક્ષુદર્શન-કોને કહે છે? ઉ. ચક્ષુઇન્દ્રિય દ્વારા મતિજ્ઞાન થયા પહેલાં જે સામાન્ય પ્રતિભાસ થાય તેને ચક્ષુદર્શન કહે છે. પ્ર. ૧૫૫-અચક્ષુદર્શન કોને કહે છે? ઉ. ચક્ષુઇન્દ્રિયને છોડી બાકીની ચાર ઇન્દ્રિયો અને મન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy