SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ( ૩૧ ) ઉ. જે બધાં દ્રવ્યોમાં ન હોય, પણ પોતપોતાના દ્રવ્યમાં ( ખાસપણે ) હોય તેને વિશેષ ગુણ કહે છે. પ્ર. ૮૦–સામાન્ય ગુણોનું ક્ષેત્ર મોટું કે વિશેષ ગુણોનું ક્ષેત્ર મોટું ? ઉ. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ ગુણોનું ક્ષેત્ર સરખું જ હોય છે, કેમકે ગુણનું લક્ષણ બતાવ્યું તેમાં કહ્યું હતું કે ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે. પ્ર. ૮૧–સામાન્ય અને વિશેષ ગુણોમાં પ્રથમ કોણ અને પછી કોણ ? ઉ. બન્ને સાથે અનાદિના છે; પહેલા કે પછી કોઈ નથી. પ્ર. ૮૨-એક દ્રવ્યમાંના દરેક ગુણને જુદા શા આધારે જાણશો ? ઉ. દરેક ગુણના જુદા-જુદા લક્ષણથી. પ્ર. ૮૩–કઈ અપેક્ષાએ દ્રવ્યથી ગુણો જુદા ન પડે? ઉ. પ્રદેશ અપેક્ષાએ જાદા ન પડે, કેમકે દ્રવ્ય અને ગુણોનું ક્ષેત્ર એક જ છે. પ્ર. ૮૪-દરેક દ્રવ્યના ગુણોના પ્રદેશ જુદા-જુદા માનવામાં શો દોષ આવે ? ઉ. એમ માનવામાં આવે તો દ્રવ્યના આશ્રયે ગુણ ન રહે; અને જેટલા ગુણ છે તેટલાં અલગ અલગ દ્રવ્યો થઈ જાય તથા આ દ્રવ્યનો આ ગુણ છે એવી મર્યાદા ન રહે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy