SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦) પ્ર. ૪૦-આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો? ઉ. (૧) જીવ સદાય અરૂપી હોવાથી તેના અવયવ પણ સદા અરૂપી જ છે, તેથી કોઈ કાળે નિશ્ચયથી કે વ્યવહારથી હાથ, પગ વગેરેને ચલાવવા, સ્થિર રાખવા આદિ પર દ્રવ્યની કોઈ અવસ્થા જીવ કરી શકતો નથી-એમ નિર્ણય કરવો. આમ પદાર્થોની સ્વતંત્રતાનો નિર્ણય કરે તો જ જીવ પરથી ભેદવિજ્ઞાન કરીને જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા કરી શકે અને જ્ઞાતાપણે રહી શકે. (૨) શાસ્ત્રમાં આત્માને વ્યવહારે શરીરાદિના કર્તાપણાનું કથન આવે છે. તેનો અર્થ- “એમ નથી પણ નિમિત્તની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ સમજવું. (મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૨૫૬) (૩) નિમિત્તની મુખ્યતાથી કથન આવે છે પણ નિમિત્તની મુખ્યતાથી કાર્ય થતું નથી-એમ વ્યવહાર કથનનો અભિપ્રાય જાણવો. પ્ર. ૪૧-કયા દ્રવ્યને કેટલા પ્રદેશ છે? ઉ. જીવ, ધર્મ, અધર્મ અને લોકાકાશને અસંખ્યાત પ્રદેશ છે; પુદગલને સંખ્યાત, અસંખ્યાત અને અનંત-એ પ્રમાણે ત્રણે પ્રકારના પ્રદેશ છે; કાલદ્રવ્ય અને પુદ્ગલ પરમાણુ એકપ્રદેશ છે. આકાશ અનંતપ્રદેશી છે. પ્ર. ૪૨-પ્રત્યેક જીવ કેટલો મોટો છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy