SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૪) * કેવળી ભગવાનને સમુદ્રઘાત થવા પહેલાં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે, સિદ્ધદશા થયા પહેલાં તેનું જ્ઞાન થઈ ગયું છે, ભવિષ્યના અનંત-અનંત સુખપર્યાયોનું વેદન થયા પહેલાં સર્વજ્ઞત્વશક્તિ તેને જાણવારૂપે પરિણમી ગઈ છે.-આ રીતે જ્ઞાન ત્રણે કાળના પર્યાયોને જાણી લેવાના સામર્થ્યવાળું છે, પણ તેમાં કોઈ પર્યાયના ક્રમને આઘો-પાછો કરીને ભવિષ્યમાં થનાર પર્યાયને વર્તમાનમાં લાવે-એમ બની શકતું નથી. * શ્રી આચાર્યદવ સર્વજ્ઞત્વશક્તિ ઓળખાવે છે કે હું જીવ! તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર “ જાણવું” તે જ છે. રાગવૈષ કરવાનું તો તારું સ્વરૂપ નથી અને અધૂરું જાણવારૂપે પરિણમે એવું પણ તારા જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે એવું તારા જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય છે.-આવી તારી જ્ઞાનશક્તિને ઓળખ તો સમ્યક શ્રદ્ધા-જ્ઞાન થઈને અપૂર્વ આનંદનો અનુભવ થાય. * મારા આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે એમ જેણે સ્વીકાર્યું તેણે પોતાના સ્વભાવમાં રાગ-દ્વેષનો અભાવ પણ સ્વીકાર્યો, કેમકે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં રાગ-દ્વેષ હોતા નથી અને જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં સર્વજ્ઞતા હોતી નથી. તેથી સર્વજ્ઞસ્વભાવને સ્વીકારનાર કદી રાગ-દ્વેષથી લાભ માની શકે નહિ, અને રાગ-દ્વેષથી લાભ માનનાર સર્વજ્ઞસ્વભાવને સ્વીકારી શકે નહિ. * જ્ઞાની કહે છે કે તણખલાના બે કટકા કરવાની શક્તિ પણ અમે ધરાવતા નથી - એનો આશય એમ છે કે અમે તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy