SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates (૧૨૧) પ્ર. ૨૦૯-નિશ્ચયસમ્યક્ત્વના કેટલા ભેદ છે ? ઉ. નિશ્ચય સમ્યક્ત્વના ત્રણ ભેદ છે:- ૧. ઉપશમ સમ્યક્ત્વ, ૨. ક્ષાયિક સમ્યક્ત્વ, ૩. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. ૧. ઉપશમ સમ્યક્ત્વ-જીવનો સ્વસન્મુખ પુરુષાર્થપૂર્વક ઉધમ થાય ત્યારે દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ (મિથ્યાત્વ, સમ્યફમિથ્યાત્વ અને સમ્યપ્રકૃતિ )* અને અનંતાનુબંધી ચાર પ્રકૃતિ (ક્રોધ, માન, માયા અને લોભ) એ સાત પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે; ત્યારે જીવનો જે ભાવ થાય તેને ઉપશમ સમ્યક્ત્વ કહે છે. ૨. ક્ષાયિક સમ્યક્ત્વ-જીવનો સ્વસન્મુખ પુરુષાર્થપૂર્વક ઉદ્યમ થાય ત્યારે સાતે પ્રકૃતિઓનો ક્ષય થાય છે; જીવનો જે ભાવ આ સમયે થાય તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહે છે. ૩. ક્ષાયોપમિક સમ્યક્ત્વ-છ પ્રકૃતિઓ ( મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ ) ના અનુદય અને સમ્યક્પ્રકૃતિ નામની પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી જે ભાવ ઉત્પન્ન થાય તેને ક્ષાયોપમિક સમ્યકત્વ કહે છે. ઉપશમ સમ્યક્ત્વના બે ભેદ છે-૧. પ્રથમોપશમ સમ્યક્ત્વ, અને ૨. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. પ્ર. ૨૧૦–પ્રથમોપશમ સમ્યક્ત્વ કોને કહે છે? ઉ. અનાદિ મિથ્યાદષ્ટિને પાંચ (મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ ) પ્રકૃતિઓ અને સાદિ *અનાદિ મિથ્યાદષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy