SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧૬ ) ઉ. આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્યકર્મોના વિપ્રમોક્ષને (અત્યંત વિયોગને) મોક્ષ કહે છે. પ્ર. ૧૯૭–તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ક્યો છે? ઉ. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે. પ્ર. ૧૯૮-સંવર કોને કહે છે? ઉ. આસ્રવના નિરોધને સંવર કહે છે, અર્થાત્ નવો વિકાર અટકવો તથા અનાગત (નવીન) કર્મોનો આત્માની સાથે સંબંધ ન થવાને સંવર કહે છે. પ્ર. ૧૯૯-નિર્જરા કોને કહે છે? ઉ. આત્માના એકદેશ વિકારનું ઘટવું તથા પૂર્વે બાંધેલાં કર્મોથી અંશતઃ સંબંધ છૂટવાને નિર્જરા કહે છે. પ્ર. ૨OO-સંવર અને નિર્જરા થવાનો ઉપાય શો છે? ઉ. નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણની ઐકયતા સંવર અને નિર્જરા થવાનો ઉગ્ર ઉપાય છે. ચોથા ગુણસ્થાને નિશ્ચય સમ્યગ્દર્શન થતાં સંવર-નિર્જરા શરૂ થાય છે. પ્ર. ૨૦૧-એ ત્રણેની પૂર્ણ ઐક્યતા એક સાથે થાય છે કે અનુક્રમથી થાય છે? ઉ. અનુક્રમથી થાય છે. પ્ર. ૨૦૨-એ ત્રણેની પૂર્ણ ઐકયતા થવાનો ક્રમ કેવી રીતે છે? ઉ. જેમ જેમ જીવ ગુણસ્થાનમાં આગળ વધે છે તેમ તેમ એ ગુણોના પર્યાયોની શુદ્ધતા પણ વધતાં વધતાં અંતમાં પૂર્ણ થાય છે. પ્ર. ૨૦૩-ગુણસ્થાન કોને કહે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy