SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes (૯૨) ધર્મપરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષદશારૂપ સિદ્ધરૂપ પામે છે. પ્ર. ૧૩૬-જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવાયોગ્ય પ્રયોજનભૂત શું શું છે? ઉ. સર્વ પ્રથમ ૧. હૈય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી. ૨. જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-ગુરુ-ધર્મને ઓળખવાં. ૩. ત્યાગવાયોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું. ૪. નિમિત્ત-નૈમિત્તિક આદિને જેમ છે તેમ ઓળખવાં. –ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવાં. કેમ કે તે પ્રયોજનભૂત છે. પ્ર. ૧૩૭-દેવ-ગુરુ-ધર્મ તથા સત્શાસ્ત્ર અને તત્ત્વાદિનો નિર્ધા૨ ન કરીએ તો ન ચાલે ? ઉ. તેના નિર્ધાર વિના કોઈ રીતે મોક્ષમાર્ગ થાય નહિ એવો નિયમ છે. પ્ર. ૧૩૮-મોક્ષમાર્ગ (ઉપાય ) નિરપેક્ષ છે? ઉ. હા, ૫૨મ નિરપેક્ષ છે; આ સંબંધી શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કેઃ- “નિજ પરમાત્મતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ ( અનુષ્ઠાન ) રૂપ શુદ્ધ રત્નત્રયાત્મકમાર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. પ્ર. ૧૩૯– ‘પરમનિરપેક્ષ' કહેવાથી એકાંત નથી થઈ જતો ? ,, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy