SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૯) માને છે. આમ તેને “જીવ તત્ત્વ' ની અને “અજીવ તત્ત્વ'ની વિપરીત શ્રદ્ધા હોય છે. આ વિપરિત શ્રદ્ધાને કારણે જીવ શરીરનું કરી શકેહુલાવી-ચલાવી–ઉઠાડી-સુવડાવી શકે, શરીરની સંભાળ કરી શકે-એવી માન્યતા કરે છે; જીવતત્ત્વ સંબંધી આ ઊંધી શ્રદ્ધા અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાનવડ ટળે છે. શરીર સારું હોય તો જીવને લાભ થાય, ખરાબ હોય તો નુકશાન થાય, શરીર સારું હોય તો જીવ ધર્મ કરી શકે, ખરાબ હોય તો ધર્મ ન કરી શકે એ વગેરે પ્રકારે તે અજીવ તત્ત્વ સંબંધી ઊંધી શ્રદ્ધા કર્યા કરે છે. તે ભૂલ પણ અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાનવડે ટળે છે. જીવ જીવથી અતિરૂપે છે અને પરથી અતિરૂપે નથી પણ નાસિરૂપે છે-એમ જ્યારે યથાર્થપણે જ્ઞાનમાં નક્કી કરે છે ત્યારે દરેક તત્ત્વ યથાર્થપણે ભાસે છે; તેમ જ જીવ પરદ્રવ્યોને સંપૂર્ણપણે અકિંચિત્થર છે તથા પરદ્રવ્યો જીવને સંપૂર્ણપણે અકિંચિત્કર છે; કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નાસ્તિ છે.-આમ ખાતરી થાય છે અને તેથી જીવ પરાશ્રયી પરાવલંબીપણું મટાડી સ્વાશ્રયી-સ્વાવલંબી થાય છે. તે જ ધર્મની શરૂઆત છે. જીવનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેવો છે તેનું જ્ઞાન આ બે ભંગો વડે કરી શકાય છે. નિમિત્ત તે પરદ્રવ્ય હોવાથી નૈમિત્તિક જીવને કાંઈ કરી શકે નહિ. માત્ર આકાશપ્રદેશે એકત્રાવગાહરૂપે કે સંયોગ-અવસ્થા રૂપે હાજર હોય; પણ નૈમિત્તિક તે નિમિત્તથી પર છે અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy