SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૫૪) સંયોગજનિત અવસ્થા હોય, તે તો અસત્યાર્થ જ છે; કાંઈ શુદ્ધ વસ્તુનો એ સ્વભાવ નથી, તેથી તે અસત્ય જ છે. વળી નિમિત્તથી જે અવસ્થા થઈ તે પણ આત્માનોજ પરિણામ છે. જે આત્માનો પરિણામ છે તે આત્મામાં જ છે, માટે કચિત્ તેને સત્ય પણ કહેવાય; ભેદજ્ઞાન થતાં જેવું હોય તેવું જાણે છે......... વળી દ્રવ્યરૂપ પુદ્દગલકર્મ છે તે આત્માથી ભિન્ન જ છે; તેને શરીરાદિ સાથે સંયોગ છે. તેથી તે પ્રગટરૂપે આત્માથી ભિન્ન જ છે. તેને આત્માના કહેવાં એ વ્યવહાર પ્રસિદ્ધ જ છે; તે અસત્યાર્થ-ઉપચાર છે.” (સૂત્રપાહુડ–સૂત્ર ૬ ના હિંદી ભાવાર્થ ઉ૫૨થી ) ૬. જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર-માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે, માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી છે; પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની જો તે દ્વારા વસ્તુનો બરોબર નિર્ણય કરે તો કાર્યકારી થાય, પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.' (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૫૭) ૭. આ વાતનું સમર્થન કરતાં શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કેઃ अबुद्धस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम् । व्यवहारमेव केवल मवैति यस्तस्य देशना नास्ति ।। ६ ॥ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy