SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬૩) કરે ત્યારે પુગલ કાર્માણવર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.) જીવને વિકારીપણે કર્મનો ઉદય પરિણમાવે અને નવાં કર્મને જીવ પરિણમાવે એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહારકથન છે. ખરી રીતે જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહિ અને કર્મ જીવને વિકારી કરી શકે નહીં-એમ સમજવું. ગોમ્મસારાદિ કર્મશાસ્ત્રોનો આ પ્રમાણે અર્થ કરવા તે જ ન્યાયસર (મોક્ષશાસ્ત્ર-અ. ૧, પરિ. ૧. પાનું ૧૬૨) ૨. કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે એમ માનવું તે ભ્રમમૂલક છે. શ્રી દીપચંદજીકૃત “આત્માવલોકન' પૃષ્ઠ ૧૪૩ માં કહ્યું છે કે “હે મિત્ર... અન્યલોક, સ્વાંગ (પુદ્ગલ-કર્મ), સ્કંધ, પરજ્ઞય દ્રવ્યોનો દોષ ન જો, અને એમ ન જાણે કે “પરજ્ઞયની સંનિધિ (નિકટતા) નિમિત્તમાત્ર દેખી તેણે (નિમિત્તે) માસ દ્રવ્ય મલિન (વિકારયુક્ત) કર્યું.” જીવ પોતે આવો જૂઠો ભ્રમ કરે છે, પરંતુ એ પરણેયોથી તું કદી ભેટાયો (સ્પર્શાયો ) પણ નથી, છતાં હું તેનો દોષ દેખે છે-જાણે છે એ તારું હરામજાદીપણું છે. એક તું જ જજૂઠો છે, તેનો કોઈ દોષ નથી. તે તો સદા સાચો છે. પ્ર. ૩૯૭-જ્યારે કર્મનો તીવ્ર ઉદય હોય ત્યારે પુરુષાર્થ થઈ શક્તો નથી; ઉપરના ગુણસ્થાનેથી પણ, જીવ પડી જાય છે. એવા કથનનો શો અર્થ ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy