SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકરણ ચોથું “અભાવ ” અધિકાર પ્ર. ૩૧૪-અભાવ કોને કહે છે? ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું તેને અભાવ પ્ર. ૩૧૫-અભાવના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે-(૧) પ્રાગભાવ, (૨) પ્રધ્વસાભાવ, (૩) અન્યોન્યાભાવ અને (૪) અત્યંતભાવ. પ્ર. ૩૧૬-પ્રાગભાવ કોને કહે છે? ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ-તેને પ્રાગભાવ કહે છે. પ્ર. ૩૧૭-પ્રધ્વસાભાવ કોને કહે છે. ઉ. એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની આગામી (ભવિષ્યનો) પર્યાયમાં અભાવ તેને પ્રધ્વસાભાવ કહે છે. (પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ-બન્ને એક જ દ્રવ્યની પર્યાયોને લાગુ પડે છે. ) પ્ર. ૩૧૮-શ્રુતજ્ઞાન (વર્તમાનમાં) છે. તેમાં પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ બતાવો. ઉ. શ્રુતજ્ઞાનનો મતિજ્ઞાનમાં પ્રાગભાવ છે અને શ્રુતજ્ઞાનનો કેવળજ્ઞાનમાં પ્રધ્વસાભાવ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy