SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૯) અને કર્મ નોકર્મના ગ્રહણમાં નિમિત્તરૂપ યોગ્યતાને ભાવ યોગ કહે છે.) યોગના પંદર ભેદ છે: ૪. મનોયોગ (સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભય મનોયોગ), ૭ કાયયોગ (ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક, વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ), ૪ વચનયોગ ( સત્ય વચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ અને અનુભયવચનયોગ.) ચતુષ્ટય પ્ર. ૩O૮-સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય એટલે શું? ઉ. સ્વચતુષ્ટય એટલે પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ; અને પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન એવા પર પદાર્થનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. પ્ર. ૩૭૯-આત્માના સ્વચતુષ્ટય સમજાવો. ઉ. (૧) સ્વદ્રવ્ય-પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી અભિન્ન તે સ્વદ્રવ્ય. (૨) ક્ષેત્ર-લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે આત્માનું સ્વક્ષેત્ર. (૩) કાળ-જે નિત્ય સ્વભાવને છોડયાં વિના નિરન્તર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવાનવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે નિજ પરિણામનું નામ સ્વકાળ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy