SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૭) પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે; જેમકે પશુધમાં અથવા પાપમાં ધર્મ માનવો. ૫. વિનય મિથ્યાત્વ સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે. | [ સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સૌથી પ્રથમ તેના ટળ્યા સિવાય અવિરતિ આદિ બંધનાં કારણો પણ ટળતાં નથી, માટે સૌથી પ્રથમ મિથ્યાત્વ (ગૃહિત અને અગૃહિત) ટાળવું જોઈએ.] પ્ર. ૩૦૩-અવિરતિ કોને કહે છે? ઉ. ૧. નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ વિકારને અવિરતિ કહે છે. ૨. પટકાયના જીવોની (પાંચ સ્થાવર અને એક ત્રસ જીવની) હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો તથા પાંચ ઈન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી-એક બાર પ્રકારે અવિરતિ છે. પ્ર. ૩૦૪-પ્રમાદ કોને કહે છે? ઉ. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યા નાવરણીય (ક્રોધ, માન, માયા, લોભ) ના ઉદયમાં જોડાવાથી તથા સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી નિરતિચાર ચારિત્ર ન પાળવામાં અથવા નિરતિચાર ચારિત્રપાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની અસાવધાનતાને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy