SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] વ્યાખ્યાન છે તે “એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી. પ્રશ્ન:- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું? ઉત્તરઃ- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે; ત્યાં ઉત્તર આપ્યો છે કેजह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं। तह ववहारेण विणः परमत्थुवएसणमसक्कं ।। ८।। અર્થ: – જેમ કોઈ અનાર્ય-પ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કે – एवं म्लेच्छस्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयः, अथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्व्यवहारनयो नानुसतव्यः। એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહારવડ ઉપદેશ આપીએ છીએ, પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy